કેવડિયામાં યોજાશે સૈન્ય અધિકારીઓની ત્રિદિવસીય કોન્ફરન્સ, 6 માર્ચે સમાપન પ્રસંગે PM MODI કરશે સંબોધન

|

Feb 25, 2021 | 1:16 PM

કેવડીયા ખાતે આગામી 3થી 6 માર્ચ સુધી સૈન્ય અધિકારીઓની કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરસના સમાપન પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi ), કેવડીયા આવીને, સૈન્ય અધિકારીઓની કોન્ફરન્સના સમાપન પ્રસંગે સંબોધન કરશે.

ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi ) કેવડીયામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આગામી માર્ચના રોજ, કેવડિયા ખાતે યોજાનાર કોન્ફરન્સને સંબોધન કરશે. આગામાી 3થી 6 માર્ચના રોજ, કેવડિયાના ટેન્ટ સિટી ખાતે, સૈન્ય અધિકારીઓની ત્રણ દિવસ સુધી કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સના સમાપન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરી સાંજે દિલ્લી પરત ફરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સૈન્ય અધિકારીઓની આ બેઠકમાં બાહ્ય અને આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ ચર્ચા કરવામાં આવશે. અને આંતરરાષ્ટ્રીય પરિબળોને ધ્યાને રાખીને ભવિષ્યની જરૂરીયાત બાબતે મંથન કરાશે.

Next Video