Narendra modi Twitter account hacked : PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક, બિટકોઈન વિશે ટ્વિટ કરી મિનિટોમાં કર્યું ડિલીટ

રવિવારે સવારે લગભગ 2.11 વાગ્યે, PM મોદીનું ટ્વિટર હેન્ડલ હેક કરવામાં આવ્યું હતું અને એક ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 'ભારતે બિટકોઈનને સત્તાવાર રીતે કાનૂની માન્યતા આપી છે અને સરકાર તેને ખરીદીને 500 BTC લોકોને વહેંચી રહી છે.'

Narendra modi Twitter account hacked : PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક, બિટકોઈન વિશે ટ્વિટ કરી મિનિટોમાં કર્યું ડિલીટ
PM Narendra Modi
| Edited By: | Updated on: Dec 12, 2021 | 6:42 AM

સરકારે હજુ સુધી ભારતમાં બિટકોઈન કે અન્ય કોઈ ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપી નથી, પરંતુ આ દરમિયાન હેકર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ (@narendramodi) હેક કર્યું અને બિટકોઈન વિશે આવી માહિતી ટ્વીટ કરી હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો. જો કે, હવે પીએમઓએ માહિતી આપી છે કે તેમનું ટ્વિટર હેન્ડલ ફરીથી સુરક્ષિત કરવામાં આવ્યું છે.

રવિવારે સવારે લગભગ 2.11 વાગ્યે, PM મોદીનું ટ્વિટર હેન્ડલ હેક કરવામાં આવ્યું હતું અને એક ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘ભારતે બિટકોઈનને સત્તાવાર રીતે કાનૂની માન્યતા આપી છે અને સરકાર તેને ખરીદીને 500 BTC લોકોને વહેંચી રહી છે.’

જો કે આ ટ્વીટ બે મિનિટ પછી ડિલીટ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારપછી 2.14 વાગ્યે બીજું  ટ્વિટ કરવામાં આવ્યું હતું. જે બિલકુલ પ્રથમ ટ્વિટ જેવું જ હતું. થોડા સમય પછી તે ટ્વીટ પણ ડિલીટ કરી દેવામાં આવ્યું પરંતુ ત્યાં સુધીમાં સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.

તે ટ્વીટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે વડાપ્રધાનનું ટ્વિટર હેન્ડલ હેક થઈ શકે છે. તો તે સુરક્ષા માટે ગંભીર ખતરો છે.

વડાપ્રધાનના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટના હેક થવા અંગે પીએમઓએ ટ્વીટ કર્યું હતું કે, “પીએમ નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ સાથે છેડછાડ કરવામાં આવી હતી, જેને તરત જ સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે અને આ બાબતની જાણ ટ્વિટરને કરવામાં આવી છે. એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી છે.” ટૂંકા ગાળામાં શેર કરવામાં આવેલ કોઈપણ ટ્વિટને અવગણવી જોઈએ.”

સોશિયલ મીડિયા પર લોકોએ આ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનું શરૂ કર્યું અને તેને બિટકોઈન માફિયાનો હાથ હોવાનું કહેવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે આ પહેલા પીએમ મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર હેન્ડલ પણ હેક કરવામાં આવ્યું હતું. તે સમયે, બિટકોઇન દ્વારા કોરોના રાહત ફંડમાં દાન આપવાનું કહેવામાં આવ્યું હતું. બાદમાં આ ટ્વીટ પણ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.

અત્યારે ભારત સરકારે કોઈપણ પ્રકારની ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપી નથી અને ભારતીય રિઝર્વ બેંકે તેના વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જોકે, સરકાર આ વર્ષે શિયાળુ સત્રમાં ડિજિટલ કરન્સી બિલ રજૂ કરી શકે છે.

Published On - 6:27 am, Sun, 12 December 21