રાજસ્થાન, એમપી અને છત્તીસગઢમાં ભાજપના જ્વલંત વિજય બાદ પીએમ મોદી દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલય આવી પહોચ્યા છે. કાર્યકરોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીને જોતા જ કાર્યકરોએ ભાજપા જિંદાબાદ, સ્વાગત હૈ, સ્વાગત હૈ મોદીજી કા સ્વાગત હૈના નારા લગાવ્યા. પીએમ મોદીના સ્વાગતની ભાજપ મુખ્યાલયે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
પીએમ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યુ કે આજે ભારતના વિકાસ માટે રાજ્યોનો વિકાસ એ વિચારસરણીનો વિજય થયો છે. આજે પણ મારા મનમાં એ જ ભાવ છે. હું મારી માતાઓ, બહેનો, દીકરીઓ, મારા યુવા ભાઈઓ સામે આભાર વ્યક્ત કર્યુ છે. તેમણે જે નિર્ણય કર્યો. આ ચૂંટણીમાં તેમણે આગળ આવી જે ભાગ લીધો તેમના માટે હું તેમનો નતમસ્તક થઈ આભાર માનુ છુ. હું સતત કહેતો રહ્યો હતો કે દેશમાં ચાર જાતિઓ જ મુખ્ય જાતિ છે. જેમા આપણી નારી શક્તિ, આપણી યુવા શક્તિ, આપણા ખેડૂતો અને આપણા ગરીબ પરિવાર. આ ચાર જાતિઓને સશક્ત કરવાથી જ દેશ સશક્ત થશે. આ ચૂંટણીમાં આ ચારેય જાતિઓએ ભાજપની યોજનાઓ અને ભાજપના રોડમેપને લઈને ઘણો ઉત્સાહ બતાવ્યો છે. આજે દરેક ગરીબ કહી રહ્યો છે કે તે ખુદ જીત્યા છે, આજે દરેક ખેડૂત, દરેક આદિવાસી ભાઈબહેન એવુ જ કહી રહ્યા છે આ જે વિજય છે તે તેનો વિજય છે.
પીએમ મોદી જણાવ્યુ કે ભાજપની જીતમાં દરેક મહિલા પોતાની જીત જોઈ રહી છે. આ જ વિજયમાં દરેક યુવા પોતાની જીત જોઈ રહ્યો છે. દરેક નાગરિક તેને પોતાની સફળતા ગણી રહ્યો છે. જે 1947માં ભારતને વિકસીત રાષ્ટ્ર તરીકે જોવા માગે છે. તે આ જીતને પોતાની જીત ગણાવી રહ્યા છે. હું આજે વિશેષ રૂપે દેશની નારીશક્તિનો આભાર વ્યક્ત કરવા માગુ છુ. દરેક ચૂંટણીમાં દરેક મહિલાઓ એ નક્કી કરીને નીકળી હતી કે ભાજપનો પરચમ લહેરાવીશુ. અને જ્યારે દેશની નારી શક્તિ ભાજપનું સુરક્ષાકવચ બની જાય તો ગમે તેવી તાકાત પણ તેમને નુકસાન નથી પહોંચાડી શક્તી. આજે નારી શક્તિ વંદન અધિનિયમે દેશની માતાઓ, બહેનો, દીકરીઓના મનમાં નવો વિશ્વાસ જગાવ્યો છે. આજે દેશની દરેક મહિલામાં એ ભરોસો જાગ્યો છે કે ભાજપા સરકારમાં તેમની સક્રિય ભાગીદારીને નવી ઉંચાઈ મળવાની છે.
પીએમએ જણાવ્યુ કે આજે દરેક બહેન દીકરીને સ્પષ્ટ લાગે છે કે ભાજપ જ નારી ગરીમા, નારી સન્માન, નારી સુરક્ષાની સૌથી મોટી ગેરંટી છે.આજે દરેક બહેન દીકરીને સ્પષ્ટ લાગે છે કે ભાજપ જ નારી ગરીમા, નારી સન્માન, નારી સુરક્ષાની સૌથી મોટી ગેરંટી છે. તેમણે જોયુ છે કે છેલ્લા 10 વર્ષમાં ભાજપે તેમના સુધી ટોયલેટ, વીજળી, ગેસ, નળથી જળ, બેંકમાં ખાતા જેવી પાયાની સુવિધા પહોંચાડવા માટે પ્રામાણિક્તાથી કામ કર્યુ. આજે તેઓ જોઈ રહી છે કે કેવી રીતે ભાજપ ઘર -પરિવારમાં નિરંતર કામ કરી રહી છે. નારી શક્તિનો વિકાસ ભાજપના વિકાસ મોડલનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે.હું આજે સંપૂર્ણ વિનમ્રતા સાથે દેશની દરેક બહેન દીકરીને એજ કહીશ કે તમને જે પણ વચનો ભાજપે આપ્યા છે તે 100 ટકા પુરા કરવામાં આવશે અને આ મોદીની ગેરંટી છે. અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પુરી થવાની ગેરંટી.
PMએ કહ્યુ આ ચૂંટણી પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે દેશનો યુવાન માત્રને માત્ર વિકાસ ઈચ્છે છે. જ્યાં પણ સરકારોએ દેશની વિરુદ્ધ કામ કર્યુ તે સરકારો સત્તાથી બહાર થઈ છે. ચાહે તે રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય કે તેલંગાણા હોય. આ તમામ સરકારો પેપરલીક, ભરતી કૌભાંડોના આરોપોમાં ઘેરાયેલી હતી. જેનુ પરિણામ એ આવ્યુ કે આ ત્રણેય રાજ્યોમાં સત્તામાં બેસેલી પાર્ટી હવે સત્તાથી બહાર છે. આ જે દેશના યુવામાં એ વિશ્વાસ સતત વધી રહ્યો છે કે ભાજપ જ તેની આકાંક્ષાઓ સમજે છે અને તેના માટે કામ કરે છે. દેશનો યુવા એ જાણે છે કે ભાજપની સરકારી યુવા હિતૈશી હોય છે. યુવાઓ માટે નવા અવસર બનાવનારી હોય છે.
આજે દેશનો આદિવાસી સમાજ પણ હવે ખુલીને પોતાની વાત રાખી રહ્યો છે. આ એજ આદિવાસી સમાજ છે જે કોંગ્રેસની નીતિઓને કારણે સાત દશક સુધી પાછળ રહ્યો. તેને અવસર ન આપવામાં આવ્યા. તેની વસ્તી આજે 10 કરોડ આસપાસ છે. અમે ગુજરાતના ચૂંટણી પરિણામોમાં પણ જોયુ છે કે જે કોંગ્રેસે આદિવાસી સમાજને ક્યારેય પૂછ્યુ સુદ્ધા નહીં તે આદિવાસી સમાજે કોંગ્રેસનો સફાયો કરી દીધો. આ જ ભાવના આજે અમે એમપી, રાજસ્થઆન અને છત્તીસગઢમાં પણ જોઈ છે. આ રાજ્યોની આદિવાસી અનામત બેઠકો પર કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા .
આદિવાસી સમાજ આજે વિકાસ માટે આકાંક્ષી છે અને તેમને વિશ્વાસ છે કે તેમની આકાંક્ષાને ભાજપ સરકાર જ પુરો કરી શકે છે. મે આજે દરેક રાજ્યના ભાજપના કાર્યકરોની પણ સરાહના કરુ છુ અને પ્રશંસા કરુ છુ. ભાજપ અને કમળ પ્રત્યેની તમારી નિષ્ઠા, સમર્પણ અતુલનીય છે. ડબલ એન્જિન સરકારનો મેસેજ તમે પુરી પ્રામાણિક્તા સાથે જન-જન સુધી પહોંચાડ્યો છે. તેનુ જ પરિણામ આજે મળી રહ્યુ છે. અમારા નડ્ડાજી જે રીતે તેમની રણનીતિને અમલને લાવ્યા,આ વિજય તેનુ પણ પરિણામ છે. આ ચૂંટણી દરમિયાન નડ્ડાના પરિવારમાં એક દુ:ખદ ઘટના ઘટી છતા નડ્ડાજી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સ્વરૂપે દિવસરાત કાર્યરત રહ્યા
પીએમ મોદીએ જણાવ્યુ રાજનીતિના આટલા વર્ષોમાં હું હંમેશા ભવિષ્યવાણીઓથી દૂર રહ્યો. હું ક્યારેય પરંતુ આ વખતે મે મારો નિયમ તોડ્યો હતો. મે રાજસ્થાનમાં માવજી મહારાજને પ્રણામ કરતા તેમની જ ધરતી પર એ ભવિષ્યવાણી કરી હતી કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર ફરી સરકાર નહીં બનાવી શકે. હું ભવિષ્યવેતા નથી પરંતુ મારો રાજસ્થાનની જનતા પર વિશ્વાસ હતો. ત્યાંની જનતા પર ભરોસો હતો અને આજે આપણે પરિણામો જોઈ રહ્યા છીએ. મધ્યપ્રદેશના પરિણામોએ બતાવ્યુ છે કે ભાજપના સેવાભાવનો કોઈ વિકલ્પ નથી. બે દશકથી ત્યાં ભાજપની સરકાર છે અને આટલા વર્ષો બાદ પણ ભાજપ પર વિશ્વાસ સતત મજબુત થઈ રહ્યો છે.
પીએમએ ઉમેર્યુ કે છત્તીસગઢના પરિવારજનોને તો મે ખુદ કહ્યુ હતુ કે હું તમારી પાસે કંઈ માગવા નથી આવ્યો પરંતુ 3 ડિસેમ્બરે છત્તીસગઢમાં ભાજપની સરકાર બનશે તેનુ નિમંત્રણ દેવા આવ્યો છુ. છત્તીસગઢના પરિણામો સ્પષ્ટ કરે છે કે દરેક પરિજને એ વાતને સ્વીકારી છે.
હું તેલંગાણાની જનતા અને તેલંગાણાના ભાજપ કાર્યકર્તાનો વિશેષ આભાર વ્યક્ત કરુ છુ. દરેક ચૂંટણીમાં તેલંગાણામાં ભાજપનો ગ્રાફ સતત વધી રહ્યો છે. હું તેલંગાણાના લોકોને એ વિશ્વાસ અપાવુ છુ કે ભાજપ આપની સેવામાં કોઈ કોર કસર બાકી નહીં રહેવા દે.
પીએમ મોદીએ કહ્યુ આ પરિણામોની ગૂંજ માત્ર એમપી, રાજસ્થાન અને છત્તીસગઢ પુરતી સિમિત નહીં રહે. આ પરિણામોની ગૂંજ દૂર સુધી જશે. સમગ્ર વિશ્વમાં આ પરિણામોનો પડઘો પડશે. આ ચૂંટણી પરિણામો ભારતના વિકાસ પર ભરોસો દુનિયાના વિશ્વાસને વધુ મજબુતી પ્રદાન કરશે. આ ચૂંટણી પરિણામો વિશ્વભરના રોકાણકારોને પણ નવો વિશ્વાસ આપશે.ભરોસો એ કે આઝાદીના અમૃતકાળમાં વિકસીત ભારતનો જે સંકલ્પ આપણે કર્યો છે તેને જનતા જનાર્દનનો સતત આશિર્વાદ મળી રહ્યો છે. આજે વિશ્વ જોઈ રહ્યુ છે કે ભારતનું લોકતંત્ર અને ભારતનો મતદાતા બંને કેટલા પરિપક્વ અને કેટલા મેચ્યોર છે. આજે વિશ્વ જોઈ રહ્યુ છે કે ભારતની જનતા પૂર્ણ બહુમત માટે, સ્થિર સરકાર માટે સમજી વિચારીને મતદાન કરી રહી છે. ભાજપે સેવા અને સુશાસનની રાજનીતિનું નવુ મોડલ દેશ સામે પ્રસ્તુત કર્યુ છે. અમારી નીતિ અને નિર્ણયોના મૂળમાં માત્રને માત્ર દેશ, દેશવાસી છે. ભારત માતાકી જય એ જ અમારો મંત્ર છે.
ભારતનો મતદાતા સમજે છે કે સ્વાર્થ શું છે અને જનહિત શું છે ! દૂધ અને પાણી વચ્ચેનો તફાવત જાણે છે. કોઈપણ ભોગે જીતવા માટે હવાઈ હવાઈ વાતો અને લોભ લાલચની ઘોષણાઓને મતદાતા પસંદ નથી કરતા. મતદાતાઓને તેમનુ જીવન વધુ સારુ કરવા માટે એક સ્પષ્ટ રોડમેપ જોઈએ. તે જાણે છે કે જ્યારે ભારત આગળ વધે છે તો રાજ્ય આગળ વધે છે. દરેક પરિવારનું જીવન સુધરે છે અને આથી તે ભાજપને પસંદ કરી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ કેટલાક તો કહી રહ્યા છે કે આજની આ હેટ્રિકે 2024ની હેટ્રિકની ગેરંટી આપી દીધી છે. આજના જનાદેશે એ પણ સાબિત કર્યુ છે કે ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને પરિવારવાદને લઈને દેશના દરેક નાગરિકના દિલમાં જીરો ટોલરન્સ બની રહ્યુ છે. આજે દેશને લાગી રહ્યુ છે કે આ ત્રણ બુરાઈઓને નાબૂદ કરવામાં જો કોઈ તાકતવાર હોય તો તે ભાજપ જ છે. ભાજપની કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે અભિયાન શરૂ કર્યુ છે તેને ભારે સમર્થન મળી રહ્યુ છે. આ એ દળો, એ નેતાઓને મતદાતાઓની સાફ સાફ ચેતવણી છે. જે ભ્રષ્ટાચારીઓ સાથે ઉભા રહેવામાં જરા પણ શરમ નથી અનુભવતા તેમને દેશની જનતાએ આજે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. આવા લોકો વિવિધ પ્રકારના તર્કોથી ભ્રષ્ટાચારીઓને કવચ આપે છે, કવરઅપ કરવાની કોશિષ કરે છે, આવા લોકો ભ્રષ્ટાચારીઓ પર પ્રહાર કરનારી તપાસ એજન્સીઓને બદનામ કરવામાં દિવસરાત લાગેલા છે. તે સમજી લે આ ચૂંટણી પરિણામો ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈનું પણ જનસમર્થન છે.
પીએમ મોદીએ કહ્યુ આ ચૂંટણી પરિણામો કોંગ્રેસ અને તેના ઘમંડિયા ગઠબંધન માટે પણ સૌથી મોટો બોધપાઠ છે. માત્ર કેટલાક પરિવારવાદીઓના એકમંચ પર આવી જવાથી ફોટો ગમે તેટલો સારો આવી જાય પરંતુ દેશનો ભરોસો નથી જીતી શકાતો. દેશની જનતાનું દિલ જીતવા માટે રાષ્ટ્રસેવાની ભાવના હોવી જોઈએ અને ઘમંડિયા ગઠબંધનમાં લેશમાત્ર પણ એ જોવા નથી મળી રહ્યો.
પીએમ મોદીએ કહ્યુ આજના પરિણામો એ તાકાતો માટે પણ ચેતવણી છે જે પ્રગતિ અને જનકલ્યાણની રાજનીતિ વિરુદ્ધ ઉભા હોય છે. જ્યારે પણ વિકાસ થાય છે, કોંગ્રેસ અને તેના સાથી વિરોધ કરે છે. જ્યારે અમે વંદે ભારત ટ્રેન લોંચ કરીએ છીએ તો કોંગ્રેસ અને તેના સાથીઓ મજાક ઉડાવતા જોવા મળ્યા. જ્યારે આયુષ્યમાન ભારત લોંચ કરી તો કોંગ્રેસ અને તેના સાથીઓએ તેમા રોડા નાખ્યા. આ તમામ પાર્ટીઓને આજે દેશની જનતાએ ચેતવણી આપી છે કે સુધરી જાઓ નહીં તો જનતા તમને શોધી-શોધીને સાફ કરી દેશે.
Published On - 7:02 pm, Sun, 3 December 23