PM મોદી પહોંચ્યા બેંગલુરુ, ચંદ્રયાન 3ની સફળતા બાદ દેશને આપ્યો નવો નારો ‘જય વિજ્ઞાન, જય અનુસંધાન’

|

Aug 26, 2023 | 7:21 AM

જણાવી દઈએ કે 23 ઓગસ્ટ એટલે કે બુધવારે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ થયું હતું. દક્ષિણ ધ્રુવ પર વિક્રમ લેન્ડરનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ભારતે ઈતિહાસ રચ્યો છે.

PM મોદી પહોંચ્યા બેંગલુરુ, ચંદ્રયાન 3ની સફળતા બાદ દેશને આપ્યો નવો નારો જય વિજ્ઞાન, જય અનુસંધાન
PM Modi

Follow us on

Bengaluru: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ગ્રીસથી સીધા જ આજે વહેલી સવારે બેંગલુરૂ પહોંચ્યા છે. જ્યાં તેઓ વૈજ્ઞાનિકોને મળશે અને ચંદ્રયાન-3ની સફળતા માટે અભિનંદન પાઠવશે. જણાવી દઈએ કે 23 ઓગસ્ટ એટલે કે બુધવારે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ થયું હતું. દક્ષિણ ધ્રુવ પર વિક્રમ લેન્ડરનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ભારતે ઈતિહાસ રચ્યો છે. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. જે સમયે ભારતીય વૈજ્ઞાનિકોએ આ રેકોર્ડ બનાવ્યો તે સમયે પીએમ મોદી દક્ષિણ આફ્રિકામાં હતા.

વડાપ્રધાને કર્યુ ટ્વીટ

ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતર્યા બાદ વડાપ્રધાન મોદીએ ત્યાંથી તિરંગો લહેરાવીને ઈસરોના વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે ઈસરો ચીફ એસ સોમનાથ અને તેમની સમગ્ર ટીમને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. તે જ સમયે, આજે પીએમ મોદી તે તમામ વૈજ્ઞાનિકોને રૂબરૂ મળશે જેમણે વિશ્વમાં ભારતનું માથું ઊંચું કર્યું છે. મળતી માહિતી મુજબ પીએમ મોદી ભારતના મહત્વકાંક્ષી માનવરહિત ચંદ્ર મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોની ટીમને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત ઈસરોના ભાવિ પ્રયાસો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: MP Election: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા શિવરાજ કેબિનેટનું વિસ્તરણ, આ ત્રણ નેતા બનશે મંત્રી

ગ્રીસમાં PM મોદીએ શું કહ્યું?

ગ્રીસમાં ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ચંદ્ર પર તિરંગો લહેરાવીને ભારતે દુનિયાને પોતાની ક્ષમતા બતાવી. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગનો ઉલ્લેખ કરતા કહ્યું કે દરેક વ્યક્તિ ઉજવણી સમયે તેના પરિવારના સભ્યોની વચ્ચે રહેવા માંગે છે. હવે હું મારા પરિવારના સભ્યોમાં છું. તેમણે કહ્યું કે ભારતને આ સફળતા માટે દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. દરેક જગ્યાએ ભારતીયોને અભિનંદન સંદેશો મળી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બની ગયો છે.

રાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:25 am, Sat, 26 August 23

Next Article