VIDEO: સંસદ શરૂ થયા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું, વિપક્ષ નંબરની ચિંતા છોડે, લોકોના મુદ્દા ઉઠાવે

  See more મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ સંસદ સત્રની શરૂઆત આજથી થઈ રહી છે. આ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે. જેમાં બજેટ પણ જાહેર કરવામાં આવશે. સંસદની કાર્યવાહી શરૂ થયા પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયાને સંબોધિત કર્યુ હતું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   વડાપ્રધાન મોદીએ […]

VIDEO: સંસદ શરૂ થયા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું, વિપક્ષ નંબરની ચિંતા છોડે, લોકોના મુદ્દા ઉઠાવે
| Updated on: Jun 17, 2019 | 5:45 AM

 

મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ સંસદ સત્રની શરૂઆત આજથી થઈ રહી છે. આ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે. જેમાં બજેટ પણ જાહેર કરવામાં આવશે. સંસદની કાર્યવાહી શરૂ થયા પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયાને સંબોધિત કર્યુ હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક પાર્ટીના લોકો નંબરની ચિંતા છોડી દે, અમારા માટે તેમની ભાવનાઓ મુલ્યવાન છે. સંસદમાં આપણે પક્ષ-વિપક્ષ છોડીને નિષ્પક્ષની જેમ કામ કરીએ. વડાપ્રધાને કહ્યું કે અમને વિશ્વાસ છે કે આ વખતના સત્રમાં વધારે કામ થશે. તેમને વધુમાં કહ્યું કે જ્યારે સત્ર ચાલુ થયું છે, ત્યારે દેશહિતના નિર્ણય સારા થયા છે. આશા છે કે બધી જ પાર્ટીઓ સાથે આવે, લોકતંત્રમાં વિપક્ષનું સક્રિય હોવું જરૂરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વડાપ્રધાને કહ્યું કે ચૂંટણી પછી નવી લોકસભાની રચના પછી આજે પ્રથમ સત્ર શરૂ થઈ રહ્યું છે. ઘણાં નવા સાથીઓના પરિચયનો અવસર છે. નવા સાથિયોની સાથે નવા ઉમંગ, ઉત્સાહ અને સપના પણ જોડાય છે. આઝાદી પછી સૌથી વધુ મતદાન થયું. મહિલાઓએ સારૂ મતદાન કર્યુ. ઘણાં દાયકા પછી એક સરકારને બીજી વખત બહુમત મળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાનની મેચ બાદ ભારત માટે આવ્યા આ ખરાબ સમાચાર!