PM મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, મેળવ્યા 76 ટકા એપ્રુવલ રેટિંગ

|

Dec 08, 2023 | 9:19 PM

રેટિંગ મુજબ પીએમ મોદી પછી મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ બીજા સ્થાને, સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બાર્સેટ ત્રીજા સ્થાને, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની છે.

PM મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, મેળવ્યા 76 ટકા એપ્રુવલ રેટિંગ
PM Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ મુજબ, વડાપ્રધાન મોદી ફરી એકવાર 76 ટકાના રેટિંગ સાથે લોકપ્રિયતાના મામલામાં વિશ્વના ટોચના નેતા બની ગયા છે. આ રેટિંગ 29 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધીના ડેટાના આધારે બહાર પાડવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડીએપ્રુવલ રેટિંગ પણ અન્ય નેતાઓ કરતા ઓછું છે.

રેટિંગ મુજબ પીએમ મોદી પછી મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ બીજા સ્થાને, સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બાર્સેટ ત્રીજા સ્થાને, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની છે. આ રેટિંગની ગણતરી વિવિધ દેશોની પુખ્ત વસ્તીના રેટિંગના આધારે કરવામાં આવે છે. નમૂનાનું કદ દરેક દેશમાં અલગ છે.

પીએમ મોદી છેલ્લા ઘણા સમયથી આ લિસ્ટમાં ટોપ પર છે. તો, યુએસ પ્રમુખ જો બાઈડેન 40 ટકા એપ્રુવલ રેટિંગ સાથે યાદીમાં સાતમા સ્થાને છે, જે માર્ચ પછીની તેમની સૌથી વધુ એપ્રુવલ રેટિંગ છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

આ પણ વાંચો ડીપફેક થી મળશે રાહત, મોદી સરકારે જણાવ્યો AIનો માસ્ટર પ્લાન

પોલિટિકલ ઇન્ટેલિજન્સ ફર્મ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા 22 વૈશ્વિક નેતાઓના સર્વે પર આધારિત છે. PM મોદીની યાદીમાં પણ સૌથી નીચું ડીએપ્રુવલ રેટિંગ માત્ર 18% છે.

મોદી મેજિકનો કમાલ

76 ટકાના એપ્રુવલ રેટિંગ સાથે, પીએમ મોદીને તેમના અમેરિકન અને બ્રિટિશ સમકક્ષ જો બાઈડેન અને ઋષિ સુનકને પાછળ છોડીને ‘સૌથી લોકપ્રિય’ નેતા જાહેર કરવામાં આવ્યા છે. તાજેતરમાં, ભારતીય જનતા પાર્ટીએ 5 રાજ્યોની ચૂંટણીમાંથી 3 રાજ્યોમાં ભવ્ય જીત મેળવી હતી. જેનો શ્રેય મુખ્યત્વે પાર્ટી વડાપ્રધાન મોદીની વૈશ્વિક લોકપ્રિયતાને આપે છે. ભાજપે આ શાનદાર સિદ્ધિને ‘મોદી મેજિક’ ગણાવી છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:17 pm, Fri, 8 December 23

Next Article