Photos: ક્રેશ થયા બાદ બળીને ખાખ થયુ CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર, તસવીરો હ્રદય કંપાવનારી

|

Dec 08, 2021 | 5:58 PM

કુન્નૂરની પહાડીઓમાં આર્મી પ્લેન ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી અને આસપાસના વૃક્ષો પણ સળગી ગયા હતા. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્યમાં લાગી છે.

1 / 7
તમિલનાડુના કુન્નુરમાં બુધવારે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. સીડીએસ બિપિન રાવત, તેમનો પરિવાર અને કેટલાક અન્ય આર્મી અધિકારીઓ સહિત કુલ 14 લોકો બોર્ડમાં હતા.

2 / 7
જેમાં 13 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અકસ્માત બાદ અધિકારીઓએ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. રેસ્ક્યુ ટીમની સાથે સ્થાનિક લોકો પણ આગ ઓલવતા જોવા મળ્યા હતા.

3 / 7
આ અકસ્માતમાં હેલિકોપ્ટર MI-17V5 બ્લાસ્ટ થઈ ગયું બળીને રાખ થઈ ગયું. કુન્નુરની પહાડીઓમાં ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી અને આસપાસના વૃક્ષો પણ સળગી ગયા હતા. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.

4 / 7
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની, સંરક્ષણ સહાયકો, સુરક્ષા કમાન્ડો અને એરફોર્સના પાયલટ સહિત કુલ 14 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા.

5 / 7
Helicopter crash

Helicopter crash

6 / 7
રેસ્ક્યુ ટીમની સાથે સ્થાનિક લોકોએ પણ મદદનો હાથ લંબાવ્યો હતો. ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે ટીમને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

7 / 7
 રેસ્ક્યુ ટીમે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે મોટાભાગના લોકોની હાલત ખરાબ હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે 14માંથી 13 લોકોને બચાવી શકાયા નથી.

Next Photo Gallery