Petrol-Diesel ના ભાવમાં ફરી વધારો, ત્રણ દિવસના વિરામ પછી ફરીથી વધ્યા ભાવ

|

Feb 10, 2021 | 12:06 PM

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર એક લિટર પેટ્રોલ અને એક લિટર ડીઝલ બંનેના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

Petrol-Diesel ના ભાવમાં ફરી વધારો, ત્રણ દિવસના વિરામ પછી ફરીથી વધ્યા ભાવ
Petrol-Diesel Price

Follow us on

ત્રણ દિવસના વિરામ પછી ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવતા પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરીથી નવી ટોચે પહોંચી ગયા છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર એક લિટર પેટ્રોલ અને એક લિટર ડીઝલ બંનેના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

ભાવ વધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 87.30 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 77.48 રૂપિયા થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 93.83 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ 84.36 રૂપિયા થઇ ગયો છે. અમદાવાદમાં પેટ્રોલનો લિટરે રૂ. 84.57 અને ડીઝલનો રૂ.83.43 ભાવ છે. આ અગાઉ પાંચ ફેબ્રુઆરીના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

Next Article