Parliament LIVE: મનરેગાને સારી રીતે લાગુ કરવામાં નિષ્ફળ ગઈ કોંગ્રેસ, લોકસભામાં બજેટ ચર્ચા પર બોલ્યા નાંણાપ્રધાન

|

Feb 13, 2021 | 11:49 AM

Parliament LIVE: લોકસભામાં નાંણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ પર ચર્ચા દરમિયાન જણાવ્યું કે બજેટ નીતિ પર આધારિત છે. અમે અર્થવ્યવસ્થામાં સુધારો કર્યો છે. ભાજપે સતત ભારતીય ઉદ્યોગે અને અર્થવ્યવસ્થા પર મજબુતી પૂર્વક વિશ્વાસ કર્યો છે.

Parliament LIVE: મનરેગાને સારી રીતે લાગુ કરવામાં નિષ્ફળ ગઈ કોંગ્રેસ, લોકસભામાં બજેટ ચર્ચા પર બોલ્યા નાંણાપ્રધાન

Follow us on

Parliament LIVE: લોકસભામાં નાંણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ પર ચર્ચા દરમિયાન જણાવ્યું કે બજેટ નીતિ પર આધારિત છે. અમે અર્થવ્યવસ્થામાં સુધારો કર્યો છે. ભાજપે સતત ભારતીય ઉદ્યોગે અને અર્થવ્યવસ્થા પર મજબુતી પૂર્વક વિશ્વાસ કર્યો છે.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Feb 2021 11:48 AM (IST)

    Parliament LIVE: 10.75 કરોડ ખેડુતોનાં ખાતામાં 1.15 લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા

    નાંણાપ્રધાને જણાવ્યું કે સવાલ હતો કે ખેતીનાં બજેટમાં 10 હજાર કરોડ કેમ ઓછા કર્યા? તમને ખેડુતોની ચિંતા નથી? એને સાચી રીતે સમજવામાં નથી આવ્યું કેમકે વજાપ્રધાન મોદીએ પી.એમ ખેડુત સન્માન યોજના શરૂ કરવાથી લઈ 10.75 કરોડ ખેડુતોનાં બેંક ખાતામાં 1.15 લાખ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

  • 13 Feb 2021 11:38 AM (IST)

    Parliament LIVE: કોંગ્રેસે ખાલી વોટ લઈ લીધા અને જનતાને ઉંધે માર્ગે દોરી

    લોકસભામાં બજેટની ચર્ચા દરમિયાન બોલતા સીતારમણે જણાવ્યું કે કોંગ્રેસ કેમ પહેલા કૃષિ કાયદાનું સમર્થન કરતી હતી અને હવે બદલાઈ ગઈ. ખેડુતોને આટલું જ્ઞાન આપવા વાળી કોંગ્રેસ ગણા રાજ્યમાં ઈલેક્શન જીતવાનું કહેતી હતી અને કહ્યું કે અમે કૃષિ લોન આપીશું જો કે મધ્યપ્રદેશમાં આ લાગુ નહી કરવામાં આવ્યું. કોંગ્રેસે વોટ લઈ લીધા પરંતુ ખેડુતોને ગેરમાર્ગે દોર્યા

     


  • 13 Feb 2021 11:31 AM (IST)

    Parliament LIVE: રાહુલ ગાંધીએ બજેટ પર ચર્ચામાં ભાગ કેમ ન લીધો?

    લોકસભામાં ચર્ચા પર જવાબ આપતા નાંણા પ્રધાને જણાવ્યું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બજેટની આ ચર્ચામાં ભાગ કેમ ન લીધો? સાથે જ તેમણે જણાવ્યું કે રાહુલ ગાધીએ ન તો મધ્યપ્રદેશ કે રાજસ્થાનમાં દેવામાફીનાં વચન પર કઈ બોલ્યા ન તો પંજાબમાં પરાલીથી ખેડુતોને થઈ રહેલી સમસ્યા પર કંઈ બોલ્યા

     

     

  • 13 Feb 2021 11:27 AM (IST)

    Parliament LIVE: પેન્શન માટે 1,33,825 રૂપિયાની ફાળવણી કરવામાં આવી

    લોકસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું કે 2013-14માં 1,16,931 કરોડ, પૂંજીમાં 86,471 કરોડ, પેન્શનમાં 44,500 કરોડ ફાળવવામાં આવ્યા છે.

     

  • 13 Feb 2021 11:24 AM (IST)

    Parliament LIVE: અમે સામાન્ય માણસ માટે કામ કર્યું

    લોકસભામાં બજેટ પર ચર્ચા પર જવાબ આપતા જણાવ્યું કે અમે સત્તા સાથે સાંઠગાંઠ કરીને કામ નથી કરતા અમે હંમેશા સામાન્ય લોકો માટે કામ કરી રહ્યા છે.

     

     

Published On - 11:48 am, Sat, 13 February 21