10 હજાર કર્મચારીને છૂટા કરવાની વાત કરનારી Parle-G કંપનીએ કર્યો 15.2 ટકાનો નફો

પારલે-જી નામના બિસ્કિટથી સૌ કોઈ જાણીતું છે. પરંતુ GDPના આંકડા નીચે જતા અને વૈશ્વિક મંદીની ચર્ચામાં પારલે-જી ચર્ચામાં આવ્યું હતું. મંદીની અસરના કારણે પારલે-જી કંપનીએ પોતાના 10 હજાર કર્મચારીઓને છૂટા કરવાની વાત કરી હતી. પરંતુ પોતાના કર્મચારીઓને છૂટા કરવાની વાત કરનાર કંપની નફામાં ચાલી રહી છે. પારલે પ્રોડક્ટ્સ પ્રા.લી કંપનીના નફામાં 15.2 ટકાનો વધારો થયો […]

10 હજાર કર્મચારીને છૂટા કરવાની વાત કરનારી Parle-G કંપનીએ કર્યો 15.2 ટકાનો નફો
| Updated on: Oct 16, 2019 | 3:32 PM

પારલે-જી નામના બિસ્કિટથી સૌ કોઈ જાણીતું છે. પરંતુ GDPના આંકડા નીચે જતા અને વૈશ્વિક મંદીની ચર્ચામાં પારલે-જી ચર્ચામાં આવ્યું હતું. મંદીની અસરના કારણે પારલે-જી કંપનીએ પોતાના 10 હજાર કર્મચારીઓને છૂટા કરવાની વાત કરી હતી. પરંતુ પોતાના કર્મચારીઓને છૂટા કરવાની વાત કરનાર કંપની નફામાં ચાલી રહી છે. પારલે પ્રોડક્ટ્સ પ્રા.લી કંપનીના નફામાં 15.2 ટકાનો વધારો થયો છે. થોડા સમય પહેલા પારલે-જી કંપનીએ જ સરકાર પાસે GSTમાં દર ઘટાવાની વાત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રની ચૂંટણીમાં વીર સાવરકરને લઈ રાજનીતિ, ભાજપે સાવરકરને ભારત રત્ન આપવાનો ચૂંટણી ઢંઢેરામાં કર્યો વાયદો

ગત વર્ષે કંપનીને આ સમયમાં જ 355 કરોડ રૂપિયાનો લાભ થયો હતો. 2019માં ગત વર્ષ કરતા 410 કરોડ રૂપિયાનો લાભ થયો છે. સાથે આવકમાં પણ વધારો થયો છે. સાથે એ વાત પણ મહત્વની છે કે, આ કંપની શેર બજારમાં પણ લિસ્ટ નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કંપનીની આવકમાં 6 ટકાનો વધારો

કંપનીની આવકમાં 6 ટકાના વધારા સાથે 9030 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગત વર્ષની આવક 8780 કરોડ રૂપિયા હતી. આ વર્ષના ઓગસ્ટ મહિનામાં જ કંપનીએ 10 હજાર કર્મચારીને છૂટા કરવાની વાત કરી હતી. જેનું કારણ બજારની મંદી જણાવ્યું હતું. સાથે GSTના કારણે પણ કંપનીને નુકસાન થતું હોવાની વાત પણ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કંપની દર વર્ષે 10 હજાર કરોડ રૂપિયાના બિસ્ટકિટનું વેચાણ કરે છે. કંપની પારલે-જી, મોનેકો અને મેરી ગોલ્ડ નામના બિસ્કિટનું બજારમાં વેચાણ કરે છે. હાલમાં જ કંપનીએ કૂકીઝનું પ્રોડ્કશન પણ શરૂ કર્યું છે. પારલે-જી દેશમાં સૌથી વધુ વેચાતા બિસ્કિટ બ્રાન્ડ છે. દેશ ભરમાં પારલે-જીની 10 ફેક્ટરી છે. જેમાં કુલ 1 લાખ લોકો કામ કરે છે.