Parag Agrawal ટ્વીટરના CEO બનતા PAK સહીત સૌ કોઈને યાદ આવ્યાં સુષ્મા સ્વરાજ, જાણો શું છે સમગ્ર મામલો

|

Dec 01, 2021 | 11:24 PM

પરાગ અગ્રવાલ વિશે પાકિસ્તાનમાં પણ ખુબ ચર્ચા થઇ રહી છે અને આ દરમિયાન ભારતના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને પણ પાકિસ્તાન સહીત સૌ કોઈ યાદ કરી રહ્યા છે.

Parag Agrawal ટ્વીટરના CEO બનતા PAK સહીત સૌ કોઈને યાદ આવ્યાં સુષ્મા સ્વરાજ, જાણો શું છે સમગ્ર મામલો
Former Foreign Minister Sushma Swaraj at the UN

Follow us on

Parag Agrawal ટ્વીટરના CEO બનતા સમગ્ર દુનિયામાં ભારતની શિક્ષણ પ્રણાલીનો ચર્ચાઓ થઇ રહી છે અને આમાં પાકિસ્તાન પણ બાકાત નથી. પરાગ અગ્રવાલ વિશે પાકિસ્તાનમાં પણ ખુબ ચર્ચા થઇ રહી છે અને આ દરમિયાન ભારતના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને પણ પાકિસ્તાન સહીત સૌ કોઈ યાદ કરી રહ્યા છે. કારણકે આજથી 4 વર્ષ પહેલા સુષ્મા સ્વરાજે યુએનના વૈશ્વિક મંચ પરથી પાકિસ્તાનને જોરદાર લપડાક મારી હતીજેની પીડા આજે પણ પાકિસ્તાનને થઇ રહી છે. આનું કનેક્શન ભારતના IIM સાથે છે જેમાંથી પરાગ અગ્રવાલ પાસઆઉટ થયા હતા.

ભારતમાં IIM, પાકિસ્તાનમાં JEM
ચાર વર્ષ પહેલા યુએનમાં પોતાના ભાષણમાં સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, “પાકિસ્તાનના આતંકવાદના પડકારો છતાં ભારતે ક્યારેય પણ તેના સ્થાનિક વિકાસને રોકવા નથી દીધો. આપણા દેશમાં 70 વર્ષ દરમિયાન અનેક પક્ષોની સરકારો આવી, દરેક સરકારે વિકાસની ગતિ ચાલુ રાખી.”

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

તેમણે વધુમાં કહ્યું હતું કે, “અમે IIT અને IIM બનાવ્યા, અમે AIIMS જેવી હોસ્પિટલો બનાવી, અવકાશ ક્ષેત્રે વિશ્વ વિખ્યાત સંસ્થાઓ બનાવી. પાકિસ્તાનીઓ, તમે શું બનાવ્યું? તમે હિઝબુલ મુજાહિદ્દીન, હક્કાની નેટવર્ક, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા બનાવ્યા. અમે વિદ્વાનો, વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો પેદા કર્યા અને તમે જેહાદીઓ બનાવ્યા.”

સ્ટ્રાઈપ ના CEOએ અભિનંદન પાઠવ્યા
37 વર્ષીય પરાગ ટ્વિટરના CEO બનતા સ્ટ્રાઈપ કંપનીના CEO પેટ્રિક કોલિસને તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે કોલિસને ભારત વિશે જોરદાર વાત કરી. પેટ્રિકે સોશિયલ મીડિયા પર લખ્યું- ગૂગલ, માઈક્રોસોફ્ટ, એડોબ, આઈબીએમ, પાલો અલ્ટો નેટવર્ક્સ અને હવે ટ્વિટરના સીઈઓ પણ ભારતીય છે. ટેક્નોલોજીની દુનિયામાં ભારતની સફળતા જોવી ખૂબ જ સારી વાત છે. આના પરથી આપણે એ પણ જાણીએ છીએ કે અમેરિકા ઇમિગ્રન્ટ્સને તકો આપી રહ્યું છે.

પેટ્રિકના આ ટ્વિટને શેર કરતા પાકિસ્તાની ટેક એક્સપર્ટ ઓમર સૈફે લખ્યું- જો તમે આ ક્ષેત્રમાં સ્પર્ધા કરો તો ઘણું સારું રહેશે. એક અલગ પોસ્ટમાં સૈફે તે ભારતીયોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે, જેઓ હાલમાં વિશ્વની તમામ મોટી કંપનીઓમાં CEO છે. ત્યારબાદ ઘણા પાકિસ્તાનીઓએ પોતપોતાના એકાઉન્ટ પર પ્રતિક્રિયાઓ આપી. કેટલાક પાકિસ્તાનીઓએ યુએનમાં સુષ્માના ભાષણનો વીડિયો શેર કર્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે શું તફાવત છે?
એક પાકિસ્તાની યુઝરે ભારતના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનો વીડિયો શેર કર્યો અને કહ્યું- ભારત અને પાકિસ્તાનમાં શું તફાવત છે? ભારતમાં જન્મેલા પરાગ અગ્રવાલ ટ્વિટરના CEO બન્યા છે. તેણે IIT બોમ્બેમાંથી અભ્યાસ કર્યો છે. અમને જુઓ તાલિબાને પાકિસ્તાનમાં આતંકવાદની તાલીમ લીધી અને હવે તેઓ અફઘાનિસ્તાનના શાસક બની ગયા છે.

Next Article