INDO-PAK Border : ભૂલથી પાકિસ્તાની નાગરિક આવી ચડ્યો ભારતીય સરહદમાં, પછી BSF એ કર્યું કઈક આવું…….

BSFના પંજાબ ફ્રન્ટિયરે કહ્યું કે આ વ્યક્તિએ 26 નવેમ્બરે ગુરદાસપુર પાસે આકસ્મિક રીતે ઈન્ટરનેશનલ બોર્ડર ઓળંગી હતી, જેના પગલે તેની અટકાયત કરવામાં આવી હતી.

INDO-PAK Border : ભૂલથી પાકિસ્તાની નાગરિક આવી ચડ્યો ભારતીય સરહદમાં, પછી BSF એ કર્યું કઈક આવું.......
Pakistani citizen accidentally entered Indian border
| Edited By: | Updated on: Nov 28, 2021 | 11:45 AM

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ એક પાકિસ્તાની (Pakistani) નાગરિકને પાકિસ્તાન રેન્જર્સ (pakistan rangers) ને સોંપી દીધો જે ભૂલથી ભારતીય સરહદ (Indian Border) માં ઘૂસી ગયો હતો. BSFના પંજાબ ફ્રન્ટિયરે કહ્યું કે આ વ્યક્તિએ 26 નવેમ્બરે ગુરદાસપુર પાસે આકસ્મિક રીતે ઈન્ટરનેશનલ બોર્ડર ઓળંગી હતી (Pakistani citizen accidentally entered Indian border), જેના પગલે તેની અટકાયત કરવામાં આવી હતી. શનિવારે BSFએ સદ્ભાવના અને માનવતાના આધારે આ વ્યક્તિને પાકિસ્તાન રેન્જર્સને સોંપ્યો હતો.

બે દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા (LOC) પર પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. LOC પાસે ભીમ્બર ગલી સેક્ટરના કાંગા નાળામાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. 25 નવેમ્બરની રાત્રે પાકિસ્તાની સેનાના પૂર્વ જવાનો ઘૂસણખોરી કરવા માટે એલઓસીથી 300 મીટર અંદર ઘૂસ્યા હતા, પરંતુ જવાબી કાર્યવાહી બાદ તેને નિષ્ફળ બનાવી દેવામાં આવી હતી.

ભારતે ડ્રોન પ્રવૃત્તિનો કર્યો સખત વિરોધ
BSFએ તાજેતરમાં સરહદ પર ડ્રોન મોકલીને આંતરરાષ્ટ્રીય સરહદનું ઉલ્લંઘન કરવા બદલ પાકિસ્તાન સામે સખત વિરોધ નોંધાવ્યો હતો અને તેને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા જણાવ્યું હતું. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દળના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કમાન્ડન્ટ અજય સૂર્યવંશી કરી રહ્યા હતા અને પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ 13 વિંગ ચેનાબ રેન્જર્સના વિંગ કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ અકીલ કરી રહ્યા હતા.

જમ્મુમાં ઓક્ટ્રોય બોર્ડર પોસ્ટ પર પાકિસ્તાની રેન્જર્સ સાથે કમાન્ડન્ટ સ્તરની બેઠક દરમિયાન વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. પ્રવક્તાએ કહ્યું, “બેઠક દરમિયાન, બંને સીમા સુરક્ષા દળોના કમાન્ડરોએ સરહદ સ્તંભોની જાળવણી અને સરહદ પર નવીનતમ માળખાકીય પ્રવૃત્તિઓ, પાકિસ્તાન દ્વારા ડ્રોન ઓપરેશન્સ અને અન્ય પ્રવૃત્તિઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.”

તેમણે કહ્યું કે બેઠક સૌહાર્દપૂર્ણ અને રચનાત્મક વાતાવરણમાં યોજાઈ હતી અને બંને કમાન્ડરો સરહદ પર શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે કામ કરવા સંમત થયા હતા. તેમણે કહ્યું, “પાકિસ્તાન રેન્જર્સે BSFના સંરક્ષણ નિર્માણ કાર્ય સામે વાંધો ઉઠાવ્યો હતો. બંને કમાન્ડરો પરસ્પર સમજણથી તમામ ઓપરેશનલ મામલા અને સરહદી મુદ્દાઓને ઉકેલવા સંમત થયા હતા.

આ પણ વાંચો: Happy Birthday Yami Gautam: યામી ગૌતમ આ બીમારી સાથે ઝઝૂમી હતી, જાણો તેની નેટવર્થથી લઈને લવસ્ટોરી સુધીની જાણી-અજાણી વાતો

આ પણ વાંચો: Online Voter Id: હવે વોટર આઈડી કાર્ડ ઓનલાઈન મળશે, ઘરે બેઠા આ એપથી ડાઉનલોડ કરો