Big News એપ્રિલ મહિનામાં જેટ ઍરવેઝમાં મુસાફરી કરવાના છો તો જરૂર વાંચો આ ખબર, જેટ ઍરવેઝના 1600 પાયલટમાંથી 1 હજાર પાયલટને પગાર ના મળવાના કારણે હડતાલ પર

|

Mar 30, 2019 | 12:15 PM

જેટ ઍરવેઝના 1 હજાર પાયલટ 1 એપ્રિલથી ઉડાન ભરશે નહી. સેલરી ના મળવાના કારણે પાયલટ આ નિર્ણય લીધો છે. ઍરલાઈન્સને બેંકમાંથી અત્યાર સુધી પૈસા મળ્યા નથી. જેટ પાયલટની સંસ્થા નેશનલ એવિએટર્સ ગિલ્ડ(NAG)એ આ જાણકારી આપી હતી. જેટના કુલ 1600 પાયલટ છે. તેમાંથી 1100 પાયલટ NAGથી જોડાયેલા છે. NAGએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે 31 માર્ચ […]

Big News એપ્રિલ મહિનામાં જેટ ઍરવેઝમાં મુસાફરી કરવાના છો તો જરૂર વાંચો આ ખબર, જેટ ઍરવેઝના 1600 પાયલટમાંથી 1 હજાર પાયલટને પગાર ના મળવાના કારણે હડતાલ પર

Follow us on

જેટ ઍરવેઝના 1 હજાર પાયલટ 1 એપ્રિલથી ઉડાન ભરશે નહી. સેલરી ના મળવાના કારણે પાયલટ આ નિર્ણય લીધો છે. ઍરલાઈન્સને બેંકમાંથી અત્યાર સુધી પૈસા મળ્યા નથી. જેટ પાયલટની સંસ્થા નેશનલ એવિએટર્સ ગિલ્ડ(NAG)એ આ જાણકારી આપી હતી.

જેટના કુલ 1600 પાયલટ છે. તેમાંથી 1100 પાયલટ NAGથી જોડાયેલા છે. NAGએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે 31 માર્ચ સુધી પાયલટને સેલરી ના મળી તો તે 1 એપ્રિલથી વિમાન નહી ઉડાવે. NAGના પ્રેસિડેન્ટ કરણ ચોપડાએ જણાવ્યું કે દેવાની પુન:રચના યોજના હેઠળ 29 માર્ચ સુધી જેટને SBIથી ફંડ મળવાની આશા હતી પણ તે ફંડ મળ્યુ નહી.

TV9 Gujarati

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

મેનેજમેન્ટ તરફથી સેલરીની ચૂકવણી માટે કઈ કહેવામાં આવ્યુ નથી. તેથી મુંબઈ અને દિલ્હીના પાયલટે આ નિર્ણય લેવો પડયો છે. જેટના પાયલટ અને એન્જિનીયરોને 3 મહીનાથી સેલરી નથી મળી. ગયા અઠવાડિયે એન્જિનીયરોએ પણ કહ્યું હતુ કે આર્થિક તંગીના કારણે તેમની માનસિક સ્થિતિ પર અસર પડી રહી છે. તેથી જેટના વિમાનોની સુરક્ષા મુશ્કેલીમાં છે.

25 માર્ચે નરેશ ગોયલ અને તેમની પત્નીએ ઍરલાઈન બોર્ડમાંથી રાજીનામું આપ્યા પછી બેંકે જેટ ઍરવેઝને 1500 કરોડ રૂપિયા આપવા તૈયાર થઈ હતી. SBIના નેતૃત્વવાળી બેંકોની સાથે દેવાની પુન:રચના યોજના હેઠળ આ સહમતી આપવામાં આવી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article