રામમંદિર ભૂમિપૂજન માટેના મુખ્ય મંચ પર માત્ર પાંચ જ વ્યક્તિઓ બિરાજશે

રામ મંદિરના ભૂમિપુજન માટે 5મી ઓગસ્ટે યોજાનાર કાર્યક્રમના મુખ્ય મંચ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત કુલ પાંચ જ વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકશે. કોરોનાની માર્ગદર્શીકાઓને ધ્યાને રાખીને યોજાનારા રામ મંદિરના ભૂમિપુજન માટેના કાર્યક્રમમાં ગણતરીના લોકોને જ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભૂમિપુજન કાર્યક્રમ માટે તૈયાર કરાનારા મુખ્ય મંચ ઉપર માત્ર પાંચ જ વ્યક્તિઓ બિરાજશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર […]

રામમંદિર ભૂમિપૂજન માટેના મુખ્ય મંચ પર માત્ર પાંચ જ વ્યક્તિઓ બિરાજશે
| Updated on: Aug 02, 2020 | 7:09 AM

રામ મંદિરના ભૂમિપુજન માટે 5મી ઓગસ્ટે યોજાનાર કાર્યક્રમના મુખ્ય મંચ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત કુલ પાંચ જ વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકશે. કોરોનાની માર્ગદર્શીકાઓને ધ્યાને રાખીને યોજાનારા રામ મંદિરના ભૂમિપુજન માટેના કાર્યક્રમમાં ગણતરીના લોકોને જ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભૂમિપુજન કાર્યક્રમ માટે તૈયાર કરાનારા મુખ્ય મંચ ઉપર માત્ર પાંચ જ વ્યક્તિઓ બિરાજશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથ, ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મહંત નૃત્યગોપાલદાસજી અને આરએસએસના વડા મોહન ભાગવતને મુખ્ય મંચ પર સ્થાન આપવામાં આવશે. ભૂમિપુજનના સમગ્ર કાર્યક્રમ માટે પણ ગણતરીના લોકો ને જ બોલાવવામાં આવ્યા છે.

 

Published On - 7:07 am, Sun, 2 August 20