Delhi ના બજારોમાં ઓડ- ઇવન સમાપ્ત, હવે સોમવારથી ખુલશે તમામ દુકાનો, જાણો શું રહેશે બંધ

|

Jun 13, 2021 | 4:43 PM

દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શહેરમાં પ્રતિબંધ હળવા કરવાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે(Arvind kejriwal)કહ્યું કે સોમવારે સવારે 5 વાગ્યા પછી કેટલીક પ્રવૃત્તિઓ સિવાય તમામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે.

Delhi ના બજારોમાં ઓડ- ઇવન સમાપ્ત, હવે સોમવારથી ખુલશે તમામ દુકાનો, જાણો શું રહેશે બંધ
Delhi ના બજારોમાં ઓડ- ઇવન સમાપ્ત, હવે સોમવારથી ખુલશે તમામ દુકાનો

Follow us on

દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે શહેરમાં પ્રતિબંધ હળવા કરવાની જાહેરાત કરી છે. કોરોનાને કારણે નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે(Arvind kejriwal)કહ્યું કે સોમવારે સવારે 5 વાગ્યા પછી કેટલીક પ્રવૃત્તિઓ સિવાય તમામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે કેટલીક પ્રવૃત્તિઓ જે અત્યાર સુધી પ્રતિબંધિત હતી તેને  કોવિડ પ્રોટોકોલ સાથે  કરી શકાય છે. કેજરીવાલે કહ્યું કે હવે દિલ્હીની બજારોમાં તમામ દુકાનો ખોલી શકાશે.

શાળાઓ, કોલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે

સીએમ અરવિંદ કેજરીવાલે(Arvind kejriwal) કહ્યું કે દિલ્હી(Delhi) શાળાઓ, કોલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે. સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક ઉજવણી પર પ્રતિબંધ ચાલુ રહેશે. સ્વિમિંગ પુલ, સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ બંધ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રેસ્ટોરાંમાં 50 ટકા બેઠક ક્ષમતા પર ખોલવાની મંજૂરી આપવામાં આવશે. અમે એક અઠવાડિયા સુધી તેનું મોનીટરીંગ કરીશું. જો કેસો વધશે તો કડક પ્રતિબંધો લાદવામાં આવશે નહીં તો, તે ચાલુ રાખવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

દિલ્હીના મુખ્યમંત્રીએ બીજી શી જાહેરાત કરી ?

1 | સ્પા, જીમ, યોગ સંસ્થાઓ બંધ રહેશે.
2 | જાહેર પાર્ક અને બગીચાઓ બંધ રહેશે.
3 | ગ્રુપ એ અધિકારીઓની સરકારી કચેરીઓમાં 100 ટકા અને બાકીની જગ્યાઓમાં 50 ટકા હાજર રહી શકશે.
4 | આવશ્યક પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.
5 | ખાનગી કચેરીઓ સવારે 9 થી સાંજના 5 સુધી 50% ક્ષમતા પર ચાલશે.
6 | બધા માર્કેટ સંકુલ, મોલ્સ હવે સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી સંપૂર્ણ રીતે ખુલ્લા રહેશે.
7 | ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે પરંતુ કોઈ મુલાકાતીઓને મંજૂરી આપવામાં આવશે નહીં.
8 | સાપ્તાહિક બજારની મંજૂરી છે પરંતુ ઝોન દીઠ માત્ર 1 બજાર.
9 | બેંક્વેટ હોલ અથવા હોટલો જેવા જાહેર સ્થળોએ લગ્નની મંજૂરી નથી.
10 |લગ્ન ફક્ત કોર્ટ અથવા મકાનોમાં જ થઈ શકે છે. પરંતુ ફક્ત 20 લોકોની હાજરીમાં જ કરી શકાય છે.
11 | અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકોને જ મંજૂરી આપવામાં આવી હતી.
12 |દિલ્હી મેટ્રો અને બસોમાં 50% ક્ષમતાની મંજૂરી છે.
13 | ઓટો, ઇ-રિક્ષા અથવા ટેક્સીમાં 2 થી વધુ મુસાફરોને મંજૂરી નથી.

Published On - 4:35 pm, Sun, 13 June 21

Next Article