નથી નોકરીની તલાશ, નથી ખેતીમાં નુકસાન, નથી કોઈ હિંદુ-મુસ્લિમ વિવાદ છતાં પણ લોકો છોડી રહ્યાં છે પોતાના ગામને, જાણો કેમ?

|

Feb 02, 2019 | 2:41 PM

તામિલનાડુ એક ગામ સિરકાઝીમાં લોકો પોતાના ઘરને છોડીને જઈ રહ્યાં છે.આ ગામમાં લોકોને નોકરીની તલાશ નથી, કોઈ ખેતીમાં પણ નુકસાન થયું નથી અને હિંદુ-મુસ્લિમ જેવો કોઈ વિવાદ પણ નથી. આ ગામના લોકોનું ઘર છોડવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે.  સામાન્ય રીતે જ્યારે પણ જંગલી પ્રાણીઓનો આતંક વધી જાય ત્યારે વનવિભાગ જે-તે પ્રાણીને દબોચવા કમર કસતું […]

નથી નોકરીની તલાશ, નથી ખેતીમાં નુકસાન, નથી કોઈ હિંદુ-મુસ્લિમ વિવાદ છતાં પણ લોકો છોડી રહ્યાં છે પોતાના ગામને, જાણો કેમ?

Follow us on

તામિલનાડુ એક ગામ સિરકાઝીમાં લોકો પોતાના ઘરને છોડીને જઈ રહ્યાં છે.આ ગામમાં લોકોને નોકરીની તલાશ નથી, કોઈ ખેતીમાં પણ નુકસાન થયું નથી અને હિંદુ-મુસ્લિમ જેવો કોઈ વિવાદ પણ નથી. આ ગામના લોકોનું ઘર છોડવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. 

પ્રતિકાત્મક તસવીર

સામાન્ય રીતે જ્યારે પણ જંગલી પ્રાણીઓનો આતંક વધી જાય ત્યારે વનવિભાગ જે-તે પ્રાણીને દબોચવા કમર કસતું હોય છે. તામિલનાડુના સિરકાઝી ગામમાં એક વાંદરાએ ત્રાસ મચાવી દીધો છે અને તેના લીધે લોકોને પોતાના ઘર છોડવાનો વારો આવ્યો છે. આ વાંદરો અવારનવારે ગામ લોકોને બચકાં ભરી લે છે અને ઘાયલ કરી નાંખે છે. ગામમાં બાળકો પણ આ વાંદરાથી ડરી રહ્યાં છે.

વાંદરાનો ત્રાસ એટલો વધી ગયો છે કે તેણે એક જ અઠવાડિયામાં પાલતુ-પ્રાણીઓ સહિત ગામના 12 લોકોને નુકસાન પહોંચાડ્યું છે. આ વાંદરો મોટેભાગે બચકાં ભરીને ભાગી જાય છે. વાંદરાના આ ત્રાસથી ગામના લોકો ભયભીત થઈ ગયા છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

વાંદરાને પકડી લેવા માટે લોકોએ હવે આંદોલન કરી દીધું છે. લોકો પોતાના ગામથી સાત કિલોમીટર દૂર આવેલી વનવિભાગની ઓફિસમાં ચાલીને ગયાં હતા. વનવિભાગે પણ હવે પશુ-ચિકિત્સકોને બોલાવીને વાંદરાને બેભાન કરીને પકડવા મદદ માગી છે. અધિકારીઓ દ્વારા આશ્વાસન મળ્યાં પછી જ ગામના લોકો પોતાના ઘરે પરત ફર્યા હતા. આમ આ વાંદરાના લીધે લોકોને પોતાનું જ ગામ છોડવાનો વારો આવી ગયો!

[yop_poll id=”999″]

Next Article