વાહ! ચાલતી મેટ્રો ટ્રેનમાં પણ કરાવી શકશો પ્રિ-વેડિંગ શૂટ, જાણો કેટલો ખર્ચ થશે?

|

Feb 13, 2020 | 1:33 PM

લગ્નની સીઝન ચાલી રહી છે અને તે પહેલાં આ લગ્નને યાદગાર બનાવવા માટે પ્રિ-વેડિંગ શૂટ પણ કરાવવામાં આવે છે. જ્યાં જ્યાં સરકારી સંપત્તિ હોય છે તેના સરકારના નિયમોને અનુસરવા પડે છે અને સરકારની પરવાનગી વિના શૂટિંગ કરી શકાતું નથી. જો કે નોઈડા ખાતેની મેટ્રો ટ્રેનમાં એક વિકલ્પ આપવામાં આવ્યો છે અને ત્યાં જઈને કપલ પ્રિ-વેડિંગ […]

વાહ! ચાલતી મેટ્રો ટ્રેનમાં પણ કરાવી શકશો પ્રિ-વેડિંગ શૂટ, જાણો કેટલો ખર્ચ થશે?

Follow us on

લગ્નની સીઝન ચાલી રહી છે અને તે પહેલાં આ લગ્નને યાદગાર બનાવવા માટે પ્રિ-વેડિંગ શૂટ પણ કરાવવામાં આવે છે. જ્યાં જ્યાં સરકારી સંપત્તિ હોય છે તેના સરકારના નિયમોને અનુસરવા પડે છે અને સરકારની પરવાનગી વિના શૂટિંગ કરી શકાતું નથી. જો કે નોઈડા ખાતેની મેટ્રો ટ્રેનમાં એક વિકલ્પ આપવામાં આવ્યો છે અને ત્યાં જઈને કપલ પ્રિ-વેડિંગ શૂટ કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :   LPG ગેસની કિંમતમાં વધારા બાદ રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીનો ફોટો શેર કર્યા બાદ આપ્યું સમર્થન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેવી રીતે કરી શકાશે બુકિંગ?
નોઈડા મેટ્રો રેલ કોર્પેોરેશન દ્વારા આ સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં કલાકના દરે મેટ્રો શૂટિંગ માટે ભાડું વસૂલશે. આ ઉપરાંત જે ભાડું થશે તે પહેલાં 20 હજાર રુપિયા સિક્યોરીટ રુપે જમા કરાવવાના રહેશે. નોઈડા-ગ્રેનો મેટ્રો લાઈનમાં આ સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે અને તેના લીધે નવા કપલ્સ પોતાના લગ્ન પહેલાં આવીને અહિંયા શૂટિંગ કરી શકે છે. આ ઉપરાંત બર્થ ડે પાર્ટી તેમજ અન્ય કોઈ ઉજવણી પણ આ મેટ્રો ટ્રેનમાં બુકિંગ કરીને કરી શકાશે.

 

મેટ્રો દ્વારા નક્કી કરવામાં આવ્યા આ નિયમો

જો નિયમની વાત કરીએ તો નોઈડા સેક્ટર 51થી માંડીને ડેપો સ્ટેશન સુધી રાઉન્ડ ટ્રીપ માટે બુકિંગ કરી શકાશે. તેમાં શણગારની સાથેની મેટ્રો ટ્રેનનો કોચ કે શણગાર વિનાની તેમજ ચાલતી કે માત્ર ડેપો પર ઉભી રહેલી ટ્રેનના કોચમાં અલગ અલગ પૈસા આપવાના રહેશે. આ રકમ 8 હજાર રુપિયાથી લઈને 10 હજાર સુધીની પ્રતિ કલાક મુજબ વસૂલવામાં આવશે. જો કોચ બુક કરવામાં આવશે તો તેમાં ઉજવણી કે ફોટોગ્રાફી સમયે 50 લોકો હાજર રહી શકશે. આ ઉપરાંત ક્યાં સમયે તમે શૂટિંગ કરાવવા ઈચ્છો છો તેના વિશે પણ જાણકારી આપવાની રહેશે અને ભાડામાં પણ ફેરફાર રહેશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article