આ શહેરમાં સોસાયટીમાં બિલ્ડરના વણ વેચાયેલા ફ્લેટ કરાયા સીલ

સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન ચલાવવા બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા આ બિલ્ડરના 32 મકાન સીલ કરી દેવાયા છે.

આ શહેરમાં સોસાયટીમાં બિલ્ડરના વણ વેચાયેલા ફ્લેટ કરાયા સીલ
Noida Authority's big action, Skytech Metrot Society's flats sealed
| Edited By: | Updated on: Sep 08, 2022 | 12:11 PM

નોઈડા (Noida Authority) ઓથોરિટીએ સેક્ટર-76 સ્થિત સ્કાયટેક મેટ્રોટ સોસાયટી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આ સોસાયટીના બિલ્ડરના 32 ન વેચાયેલા ફ્લેટ સીલ કરવામાં આવ્યા છે. સીઈઓ રિતુ મહેશ્વરીના આદેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન ચલાવવા બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરવામાં આવી છે. રહીશોની ફરિયાદના આધારે કરાયેલી તપાસમાં બિલ્ડર નિષ્ફળ ગયા હતા. નિયમોની અવગણના કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આ પહેલા નોઈડામાં જ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના આદેશ પર સુપરટેક વિરુદ્ધ કાર્યવાહી જોવા મળી હતી અને ટ્વિન ટાવર તોડી પાડવામાં આવ્યા હતા.

ટ્વીન ટાવર્સ તોડી પાડવાના નિર્ણય પાછળનું કારણ શું?

બિલ્ડિંગ કોડ્સના ગંભીર ઉલ્લંઘનને કારણે ટાવર્સ તોડી પાડવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આ ઇમારતોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. તેને તોડી પાડવા માટે અલ્હાબાદ હાઇકોર્ટથી લઇને સુપ્રીમ કોર્ટ સુધી લાંબી લડાઇ લડવામાં આવી હતી. સુપરટેક બિલ્ડર વતી જાણીતા વકીલે આ કેસ લડ્યો હતો, પરંતુ તે પણ ટાવરને તૂટવાથી બચાવી શક્યા નહીં. આનું મુખ્ય કારણ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી આ ઇમારત છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં નોઈડા ઓથોરિટીના સિનિયર અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તો ત્યાં સુધી કહી દીધું હતું કે નોઇડા ઓથોરિટી ભ્રષ્ટ સંસ્થા છે.

700 કરોડના ફ્લેટ જમીનદોસ્ત

આ બંને ટાવર નોઈડાના સેક્ટર 93Aમાં એક્સપ્રેસ વે પર સ્થિત સુપરટેકના એમેરાલ્ડ કોર્ટ પ્રોજેક્ટનો ભાગ હતા. આ ટાવર્સમાં બનેલા 900 થી વધુ ફ્લેટની વર્તમાન બજાર કિંમત અનુસાર કિંમત 700 કરોડ રૂપિયાની આસપાસ હતી.

અરોરાએ જણાવ્યું હતું કે કોર્ટે આ ટાવર્સને તોડી પાડવાનો આદેશ આપ્યો હોવા છતાં, સુપરટેકે તેને નોઇડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મંજૂર કરાયેલ બિલ્ડિંગ પ્લાન મુજબ બનાવ્યું હતું.

તેમણે કહ્યું કે સુપરટેક આ બે ટાવરને વિસ્ફોટકો સાથે તોડી પાડવા માટે એડફિસ એન્જિનિયરિંગ કંપનીને 17.5 કરોડ રૂપિયા ચૂકવી રહી છે. એડિફિસે તેને ચલાવવા માટે દક્ષિણ આફ્રિકાની ફર્મ જેટ ડિમોલિશન્સને સોંપી હતી.