‘ન્યાયાધીશોના ટ્રાન્સફરનો કોઈ સમય નિર્ધારિત નથી હોતો’, SCની ચેતવણી પર સસંદમાં રિજિજૂનો જવાબ

કાયદા મંત્રી રિજિજુએ કહ્યું કે સરકાર હજુ પણ જૂની MOP પ્રમાણે ચાલી રહી છે. કારણ કે માર્ચ 2016માં SCની પાંચ જજની બંધારણીય બેંચના નિર્દેશો પર તૈયાર કરાયેલા નવા MoPને CJIની આગેવાની હેઠળના કોલેજિયમ દ્વારા મંજૂર કરવાનું બાકી છે.

ન્યાયાધીશોના ટ્રાન્સફરનો કોઈ સમય નિર્ધારિત નથી હોતો, SCની ચેતવણી પર સસંદમાં રિજિજૂનો જવાબ
Some people don't have faith in Indian agencies, Law Minister angry over criticism of BBC survey
| Edited By: | Updated on: Feb 11, 2023 | 9:50 AM

સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોના સ્થાનાંતરણ અને પ્રમોશનમાં વિલંબ પર પગલાં લેવાની ચેતવણી આપ્યાના એક અઠવાડિયા પછી, કાયદા પ્રધાન કિરેન રિજિજુએ શુક્રવારે લોકસભામાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે હાઈકોર્ટના 10 જજોની બદલીનો પ્રસ્તાવ પ્રક્રિયાના વિવિધ તબક્કામાં છે. એક પ્રશ્નના લેખિત જવાબમાં, મંત્રીએ કહ્યું કે ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક અને ટ્રાન્સફર માટે મેમોરેન્ડમ ઑફ પ્રોસિજર (MoP) માં કોઈ સમયરેખા નિર્ધારિત કરવામાં આવી નથી.

કાયદા મંત્રી રિજિજુએ કહ્યું કે સરકાર હજુ પણ જૂની MOP પ્રમાણે ચાલી રહી છે. કારણ કે માર્ચ 2016માં SCની પાંચ જજની બંધારણીય બેંચના નિર્દેશો પર તૈયાર કરાયેલા નવા MoPને CJIની આગેવાની હેઠળના કોલેજિયમ દ્વારા મંજૂર કરવાનું બાકી છે.

સ્થાનાંતરણ સૂચિમાં સામેલ ન્યાયાધીશ

સુપ્રીમ કોર્ટે 3 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે હાઈકોર્ટના ન્યાયાધીશોના પ્રમોશન અને ટ્રાન્સફર પર નિર્ણય ન લેવો એ કેન્દ્ર માટે યોગ્ય નથી. SCએ કહ્યું કે આવી કાર્યશૈલી તેને પગલાં લેવા માટે મજબૂર કરશે. કોર્ટે એવી પણ ધમકી આપી હતી કે ટ્રાન્સફર લિસ્ટમાં સામેલ જજોને વધુ વિલંબના કિસ્સામાં ન્યાયિક કામ આપવામાં નહીં આવે.

MOP માં કોઈ સમયરેખા નિર્ઘારિત નથી

બીજી તરફ, કાયદા પ્રધાને શુક્રવારે પુનરોચ્ચાર કર્યો હતો કે ન્યાયાધીશોની એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે MoPમાં કોઈ સમયરેખા નિર્ધારિત કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે ટ્રાન્સફર લિસ્ટમાં 10 જજો અંગેની ભલામણ હજુ પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં ન્યાયના વધુ સારા વહીવટને પ્રોત્સાહન આપવા માટે તમામ બદલીઓ જાહેર હિતમાં કરવામાં આવશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટની ચેતવણી પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પ્રયાગરાજમાં કહ્યું હતું કે અહીંના લોકો આ દેશના માલિક છે, અમે માત્ર નોકર છીએ. દેશ બંધારણ પ્રમાણે ચાલશે. કોઈ કોઈને ચેતવણી આપી શકે નહીં.

અગાઉ કરાયા હતા સમાન નિવેદનો

એટલું જ નહીં કિરણ રિજિજુના એક નિવેદન પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે ન્યાયાધીશો એકવાર ન્યાયાધીશ બન્યા પછી તેમને સામાન્ય ચૂંટણી અથવા જાહેર ચકાસણીનો સામનો કરવો પડતો નથી. આ જ કારણ છે કે જનતા તમને બદલી શકતી નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે જનતા તમને જોઈ રહી નથી.