Nitin Gadkari: પહેલીવાર પેટ્રોલ અને CNG નહીં પણ હાઈડ્રોજનથી ચાલતી કારમાં સંસદ પહોંચ્યા નીતિન ગડકરી

|

Mar 30, 2022 | 1:33 PM

ભારતમાં કાર અને અન્ય વાહનોથી થતા વાયુ પ્રદુષણને કાબુમાં લેવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેમાંથી એક પ્રયાસ હાઇડ્રોજન ઇંધણ પર ચાલતી કારમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Nitin Gadkari: પહેલીવાર પેટ્રોલ અને CNG નહીં પણ હાઈડ્રોજનથી ચાલતી કારમાં સંસદ પહોંચ્યા નીતિન ગડકરી
Nitin Gadkari reached Parliament in a car running on hydrogen fuel.

Follow us on

Nitin Gadkari: ભારતમાં કાર અને અન્ય વાહનોથી થતા વાયુ પ્રદુષણને કાબુમાં લેવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેમાંથી એક પ્રયાસ હાઇડ્રોજન ઇંધણ પર ચાલતી કારમાં એક મહત્વપૂર્ણ પગલું છે. ગ્રીન હાઈડ્રોજન ઈંધણ (Green Hydrogen Fuel) પર ચાલતી આવી જ એક કારની મદદથી કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી સંસદ પહોંચ્યા હતા. આ કારનું નામ Toyota Mirai (2022 Toyota Mirai) છે. ટોયોટાએ આ કારને પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરી છે અને તેમાં એડવાન્સ ફ્યુઅલ સેલ સિસ્ટમ લગાવી છે.

આ સિસ્ટમ સેલ ઓક્સિજન અને હાઇડ્રોજનનું મિશ્રણ કરીને ખાસ પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળીની મદદથી કાર રસ્તા પર ચાલે છે. જેની મદદથી નીતિન ગડકરી બુધવારે સંસદમાં પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આ કારમાંથી માત્ર પાણી જ ઉત્સર્જનના રૂપમાં નીકળે છે.

ગડકરીએ આ કારને ગણાવી ફ્યૂચર

આ કાર વિશે વાત કરતા મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આ કાર સંપૂર્ણપણે ઈકો-ફ્રેન્ડલી છે. ઉપરાંત, આ કાર કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતી નથી. તેણે વધુમાં કહ્યું કે, આ કાર ભારતનું ભવિષ્ય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનો ખૂબ જ પ્રદૂષણ ફેલાવે છે, પરંતુ હાઇડ્રોફ્યુઅલ કાર નગણ્ય પ્રદૂષણનું કારણ બને છે.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

ટોયોટા મિરાઈને પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી

ટોયોટાએ તાજેતરમાં જ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં તેની હાઈડ્રોજન કાર Toyota Mirai લોન્ચ કરી છે. આ કાર નીતિન ગડકરીની હાજરીમાં જ રજૂ કરવામાં આવી હતી. ગડકરીએ આ કારને ભવિષ્ય ગણાવી છે અને જાપાની ભાષામાં મિરાઈ શબ્દનો અર્થ થાય છે ભવિષ્ય.

પેટ્રોલ અને ડીઝલની જેમ ભરવું સરળ છે

હાઇડ્રોજન ફ્યુઅલ કારના અન્ય ફીચર્સ વિશે વાત કરીએ તો તેનું ઇંધણ પણ એકદમ સરળ છે. પેટ્રોલ અને ડીઝલની જેમ આ પણ 2-3 મિનિટમાં ભરી શકાય છે. હાઇડ્રોજન પાવર કારમાં, હાઇડ્રોજનને પ્રેશર ટાંકીમાં સંગ્રહિત કરી શકાય છે. ત્યારબાદ વીજળી ઉત્પન્ન કરવા માટે તેને ફ્યુઅલ સેલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

આ પણ વાંચો: RBI Recruitment 2022: ભારતીય રિઝર્વ બેંક ઘણી જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: Maharashtra Schools: રજાઓ રદ થતાં નિરાશ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, જો અભ્યાસક્રમ પૂરો નહીં થાય તો જ એપ્રિલમાં શાળાઓ રહેશે શરૂ

Next Article