Breaking News : જમ્મુ કાશ્મીરમાં 16 સ્થળોએ NIA ના દરોડા

|

May 04, 2023 | 12:20 PM

નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (NIA) એ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. બારામુલ્લામાં 11 અને કિશ્તવાડમાં 5 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. પ્રતિબંધિત જમાત એ ઈસ્લામિયા સાથે જોડાયેલા લોકો અને આતંકવાદ સાથે સંકળાયેલા લોકોના ઘરોની તપાસ કરવામાં આવી રહી છે.

Breaking News : જમ્મુ કાશ્મીરમાં  16 સ્થળોએ NIA ના દરોડા

Follow us on

નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (NIA) એ સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા.  ટેરર ​​ફંડિંગ કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં અનેક સ્થળોએ NIA ના દરોડા પાડ્યા છે. બારામુલ્લામાં 11 અને કિશ્તવાડમાં 5 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. પ્રતિબંધિત જમાત એ ઈસ્લામિયા સાથે જોડાયેલા લોકો અને આતંકવાદ સાથે સંકળાયેલા લોકોના ઘરોની તપાસ કરવામાં આવી રહી છે.

NIA દ્વારા 2 મેના રોજ પણ આ જ પ્રકારે દરોડા પાડવામાં આવ્યા હતા. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ષડયંત્રના કેસની તપાસ માટે 2 મેના રોજ જમ્મુ અને કાશ્મીરમાં 12 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમથી 11 સ્થાનો કાશ્મીર ખીણમાં હતા. પુલવામા જિલ્લામાં આઠ, અને કુલગામ, અનંતનાગ અને બડગામ જિલ્લામાં એક-એક – જમ્મુના પુંછ જિલ્લામાં એક આમ વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

“ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF),  યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ જમ્મુ અને કાશ્મીર (UL J&K),  મુજાહિદ્દીન ગઝવત-ઉલ-હિંદ (MGH),  જમ્મુ અને કાશ્મીર ફ્રીડમ ફાઈટર્સ (JKFF),  કાશ્મીર વાઘ,  પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAAF) જેવા વિવિધ ઠેકાણાં ઉપર NIA દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી . 

 

 

Published On - 11:52 am, Thu, 4 May 23

Next Article