દેશમાં હાલ દરેક ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે અને આજના ડીજીટલ યુગ પ્રમાણે નવા-નવા સાધનો અને યંત્રો આવી રહ્યાં છે, જેને કારણે ટેકનોલોજીમાં પરિવર્તન આવી રહ્યું છે. આવું જ એક પરિવર્તન ઉર્જા ક્ષેત્રે આવી રહ્યું છે, અને આ પરિવર્તન આપણા ઘરના વીજળી મીટર સાથે જોડાયેલું છે. ઘણા લાંબા સમયથી સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટરની ચર્ચાઓ થઇ રહી છે, જો કે હવે જલ્દી જ તમારા ઘરનું વીજ મીટર બદલાવાનું છે. તમારા હાલના મીટરના સ્થાને સ્માર્ટ મીટર – પ્રીપેડ મીટર લાગશે.
જલ્દી જ આવશે પ્રિપેડ સ્માર્ટ મીટર
કેન્દ્ર સરકારે વીજ પુરવઠામાં આવતી ખોટ ઘટાડવા અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજળીનો પુરવઠો પાડવાના ઉદ્દેશ સાથે એક મોટો નિર્ણય લીધો છે. ઉર્જા ક્ષેત્રે લેવામાં આવેલા આ નિર્ણય મૂજન તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલના મીટરની જગ્યાએ પ્રિપેડ સ્માર્ટ મીટરમાં (Prepaid Smart Meter)લગાડવાની યોજના છે. કેન્દ્ર સરકારે આ માટે ગેઝેટ નોટિફિકેશનની સાથે સાથે મીટર બદલવાની સમય મર્યાદા પણ નક્કી કરી દીધી છે. દેશના તમા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તમામ સરકારી, બિનસરકારી, વ્યાપાર મથકો અને ઘરોમાં પ્રિપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.
GoI notifies timelines for replacement of existing meters with smart meters with prepayment feature. All consumers (other than agricultural consumers) in areas with communication network,shall be supplied electricity with Smart Meters working in prepayment mode: Ministry of Power pic.twitter.com/MmDpFc6Wa2
— ANI (@ANI) August 19, 2021
તમારા ઘરે ક્યારે લાગશે નવું મીટર ?
વર્ષ 2023 સુધીમાં હાલ વીજમાળખું ધરાવતા તમામ વિસ્તારોમાં અને 2025 સુધીમાં દેશના અન્ય ભાગોમાં પ્રિપેડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાની યોજના છે. એટલે કે વર્ષ 2025 સુધીમાં તમારા ઘરે આ નવું વીજ મીટર લગાડી દેવામાં આવશે. કૃષિ ક્ષેત્રોના વીજળી જોડાણના મીટરને અત્યારે આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યાં છે.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્થાનિક વીજ પુરવઠો પુરા પડતા રાજ્ય નિયમનકારી આયોગો જે તે વિસ્તારમાં વિજમાળખું નબળું છે કે નહિ તેનો નિર્ણય કર્યા બાદ નક્કી કરશે કે ત્યાં હાલનું મીટર રહેવા દેવું કે તેના સ્થાને નવું પ્રિપેડ સ્માર્ટ મીટર લગાડવું.
વિજળીના વપરાશ માટે પહેલા રીચાર્જ કરવું પડશે
તમારા ઘરે પ્રીપેડ સ્માર્ટ મીટર લાગ્યા બાદ કેબલ ટીવી અને મોબાઇલ ફોનની જેમ વીજળીનું રિચાર્જ કરાવવું પડશે. એકવાર રિચાર્જ પૂરું થયા બાદ વીજ પુરવઠો બંધ થઈ જશે. ખાસ પરિસ્થિતિઓમાં, ગ્રાહકોને વીજ પુરવઠો થોડા સમય માટે રાબેતા મુજબ કરી આપવામાં આવી શકે છે. હાલની પદ્ધતિ પ્રમાણે ગ્રાહકો પહેલા વીજળીનો ઉપયોગ કરે છે અને તે આવ્યા પછી બિલ ચૂકવે છે.