New Parliament Building: 2019માં નવા સંસદ ભવનનો ઠરાવ પસાર થયો અને 3 વર્ષમાં બનીને તૈયાર થયું નવું બિલ્ડિંગ, જાણો ક્યારે શું થયું

રવિવાર દેશ માટે ઐતિહાસિક દિવસ છે. આ દિવસે દેશને નવી સંસદ ભવન મળવા જઈ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ઉદ્ઘાટન કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે સરકારે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. માહિતી અનુસાર, નવા સંસદ ભવનનો ઉદ્ઘાટન સમારોહ બે તબક્કામાં પૂર્ણ થશે.

New Parliament Building: 2019માં નવા સંસદ ભવનનો ઠરાવ પસાર થયો અને 3 વર્ષમાં બનીને તૈયાર થયું નવું બિલ્ડિંગ, જાણો ક્યારે શું થયું
New Parliament Building
| Edited By: | Updated on: May 26, 2023 | 3:36 PM

28 મે રવિવાર દેશ માટે ઐતિહાસિક દિવસ છે. આ દિવસે દેશને નવી સંસદ ભવન મળવા જઈ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ઉદ્ઘાટન કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે સરકારે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. માહિતી અનુસાર, નવા સંસદ ભવનનો ઉદ્ઘાટન સમારોહ બે તબક્કામાં પૂર્ણ થશે. જેમાં પ્રથમ તબક્કો 28મી મેના રોજ સવારે 7.30 થી 9.30 સુધી ચાલશે જ્યારે ઉદ્ઘાટન કાર્યક્રમનો બીજો તબક્કો બપોરે 12 થી 2.30 સુધી ચાલશે. નવા સંસદ ભવનનું નિર્માણ સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. ત્યારે નવા સંસદ ભવનના નિર્માણનું ઠરાવ ક્યારે પસાર થયો અને કયા કારણોથી નવું સંસદ ભવન બનાવવાની જરુર પડી તે અંગેની તમામ વિગત.

નવા સંસદ ભવનનો ઠરાવ પસાર ક્યારે થયો ?

5 ઓગસ્ટ 2019 ના રોજ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોમાંથી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્ર સરકારને નવું સંસદ ભવન બનાવવાનું કહેવામાં આવ્યું હતું. નવા સંસદ ભવનના નિર્માણ માટેની દરખાસ્ત ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ અનુક્રમે રાજ્યસભા અને લોકસભામાં કરી હતી. આ પછી, 10 ડિસેમ્બર 2020 ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ભૂમિપૂજન કર્યું. નવા સંસદ ભવનનું નિર્માણ હવે પૂર્ણ થઈ ગયું છે અને આ ઈમારત આત્મનિર્ભર ભારતનું પ્રતિક બનશે. આ સાથે સંસદનું આ નવનિર્મિત ભવન પણ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.

ટાટા પ્રોજેક્ટ્સ દ્વારા નવા સંસદ ભવનનું નિર્માણ

લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનની ડિઝાઇન મેસર્સ એચસીપી ડિઝાઇન એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ દ્વારા કરવામાં આવી છે અને તેનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ આ અસાઈનમેન્ટ 2020માં જીત્યો હતો.

નવી ઇમારત તમામ આધુનિક ઓડિયો-વિઝ્યુઅલ કમ્યુનિકેશન સુવિધાઓ અને ડેટા નેટવર્ક સિસ્ટમથી સજ્જ હશે. બાંધકામના કામ દરમિયાન સંસદના સત્રોના સંચાલનમાં ન્યૂનતમ વિક્ષેપ ન આવે અને તમામ પર્યાવરણીય સલામતીનું પાલન કરવામાં આવે તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

10 ડિસેમ્બરે પીએમએ કર્યો શિલાન્યાસ

નવું સંસદ ભવન હાલના સંસદ ભવન નજીક બનાવવાનો પ્રસ્તાવ છે. તે ત્રિકોણાકાર બિલ્ડીંગ હશે જ્યારે વર્તમાન સંસદ ભવન ગોળાકાર છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બરે ભારતની સંસદની નવી ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની નવી ઇમારતની ટોચ પર રાષ્ટ્રીય પ્રતીકની પ્રતિમાનું અનાવરણ કર્યું.

કેમ નવા સંસદ ભવનની જરુરીયાત ઉભી થઈ?

સરકાર અને અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંસદના વધતા કામને કારણે નવી ઇમારત બનાવવાની જરૂરિયાત અનુભવાઈ હતી. વર્તમાન સંસદ ભવન બ્રિટિશ સમયગાળા દરમિયાન બાંધવામાં આવ્યું હતું, જે લગભગ 100 વર્ષ (93 વર્ષ) જૂનું છે અને તેમાં જગ્યા અને અત્યાધુનિક સુવિધાઓનો અભાવ છે.

4 ઓગસ્ટ 2022 સુધી 70%  કામ પૂર્ણ થયું હતુ

4 ઓગસ્ટ 2022ના રોજ નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય 70% પૂર્ણ થઈ ગયું હતુ કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોરે લોકસભામાં માહિતી આપી. જે અંગે નવી સંસદનું મુખ્ય માળખું પૂર્ણ થયુ છે અને અન્ય કામ ચાલી રહ્યું છે હોવા અંગેની ટાટા પ્રોજેક્ટ સીઈઓએ માહિતી આપી હતી.

મેે 2023માં સંસદ ભવનનું કામ પૂર્ણ

2023ના જાન્યુઆરીમાં પીએમ નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનની ઓચિંતી મુલાકાતે ગયા. તેમણે સંસદના બંને ગૃહોની મુલાકાત લેવા અને સુવિધાઓ તેમજ વિવિધ કાર્યોનું નિરીક્ષણ કરવામાં એક કલાકથી વધુ સમય પસાર કર્યો. જે બાદ નવું સંસદ ભવનને મેં 2023માં અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને તે આ મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

પીએમ મોદીને ઉદ્ધાટનનું આંમત્રણ

લોકસભાના સ્પીકર ઓમ બિરલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમને 28 મે 2023ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું. નવા સંસદ ભવનનું નિર્માણ હવે પૂર્ણ થયું છે અને નવી ઇમારત આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતીક છે. ત્યારે 28મી તારીખે પીએમ તેનું ઉદ્ધાટન કરશેની જાણ થતા જ કુલ 20 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો જે બાદ ભારે વિવાદ સર્જાયો ત્યારે આ વિવાદ વચ્ચે 28 તારીખે તેનું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:36 pm, Fri, 26 May 23