
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિક્ષણ નીતિ અંગે રાજ્યપાલોના સંમેલનને સંબોધન કરતા કહ્યું કે નવી શિક્ષણ નીતિ સરકારની નહી દેશની શિક્ષણ નીતિ છે. અત્યાર સુધીમાં બાળકો બેગ અને બોર્ડના બોજથી દબાયેલા હતા. નવી શિક્ષણ નીતિમાં તેમને આ બોજમાંથી મુક્તિ મળશે.
નવી શિક્ષણ નીતિ તૈયાર કરવા માટે છેલ્લા ચાર-પાંચ વર્ષથી સરકાર કામ કરી રહી હતી. અનેક લોકોએ નવી શિક્ષણ નીતિ માટે રજૂઆત કરી છે. વિચારો પ્રગટ કર્યા છે. ભલામણ કરી હતી. જેના આધારે આ શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. જેના કારણે જ બધાને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પોતાની નીતિ લાગી રહી છે.
આ શિક્ષણ નીતી સરકારની નીતિ નથી દેશની નીતિ છે તેમ જણાવીને મોદી કહ્યું કે, જે રીતે વિદેશ નીતિ હોય છે. સુરક્ષા નીતિ દેશની નીતિ છે તેવી જ રીતે આ નવી શિક્ષણ નીતિ પણ દેશની નીતિ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:26 am, Mon, 7 September 20