BJPનો નવો એક્શન પ્લાન , ‘ચા પર ચર્ચા’ બાદ હવે “ટિફિન પર ચર્ચા”, જેપી નડ્ડા આગ્રાથી કરશે શરૂઆત

|

Jun 02, 2023 | 3:37 PM

અભિયાનમાં કેટલાક અનોખા પ્રયોગો પણ કરવામાં આવી રહ્યા છે. જેથી નારાજ કાર્યકરો અને નેતાઓને મનાવીને ફરીથી સક્રિય કરી શકાય અને ચૂંટણીમાં ટાણે કોઈ વિવાદ ન સર્જાય. આ નવતર અને અનોખા પ્રયોગને 'ટિફિન મીટિંગ' એટલે કે ટિફિન પર ચર્ચા નામ આપવામાં આવ્યું છે.

BJPનો નવો એક્શન પ્લાન , ચા પર ચર્ચા બાદ હવે ટિફિન પર ચર્ચા, જેપી નડ્ડા આગ્રાથી કરશે શરૂઆત
BJP Plan

Follow us on

ભારતીય જનતા પાર્ટીએ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. રાજસ્થાનના અજમેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ વિશાળ જાહેર સભાથી શરૂ થયેલું આ અભિયાન આખા જૂન મહિના સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત ભાજપ દેશભરમાં મોદી સરકારની 9 વર્ષની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા માટે કામ કરશે. તેમજ આ અભિયાન દ્વારા એવા લોકોને પણ યોજનાઓ સાથે જોડવામાં આવશે જેઓ કોઈ કારણસર વંચિત રહી ગયા છે.

લોકસભા ચૂંટણી માટે BJPનો નવો એક્શન પ્લાન

આ અભિયાનમાં કેટલાક અનોખા પ્રયોગો પણ કરવામાં આવી રહ્યા છે. જેથી નારાજ કાર્યકરો અને નેતાઓને મનાવીને ફરીથી સક્રિય કરી શકાય અને ચૂંટણીમાં ટાણે કોઈ વિવાદ ન સર્જાય. આ નવતર અને અનોખા પ્રયોગને ‘ટિફિન મીટિંગ’ એટલે કે ટિફિન પર ચર્ચા નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ઉદ્ધાટન બાદ ભાજપના દરેક ધારાસભ્ય અને સાંસદને આ ટિફિન બેઠકો યોજવા સૂચના આપવામાં આવી છે.

જેપી નડ્ડા ટિફિન પર ચર્ચા કરશે

પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે 3જી જૂને આગ્રાથી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા પ્રથમ ટિફિન મીટિંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ગુરુવારે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઉત્તર વિધાનસભા ક્ષેત્રમાં ટિફિન પર ચર્ચાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જેપી નડ્ડા દયાલબાગમાં સો ફીટ રોડ પર સ્થિત જતિન રિસોર્ટમાં શનિવારે બપોરે 12 થી 3 વાગ્યા સુધી ચાલનારા કાર્યક્રમમાં કાર્યકરો સાથે વાતચીત કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નારાજ કાર્યકરોને ટીફીન મીટીંગ દ્વારા સમજાવવાના પ્રયાસો

રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ, તરુણ ચુગ અને વિનોદ તાવડેને આ અભિયાનના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ બેઠકો વિધાનસભા કક્ષાએ યોજાશે. જેમાં ધારાસભ્યો, સામાજિક કાર્યકરો, કાર્યકરો, વિવિધ સંસ્થાઓના પૂર્વ કાર્યકરો, પદાધિકારીઓ, કાઉન્સિલરો ઉપસ્થિત રહેશે.

આ મીટીંગની વિશેષતા એ હશે કે આ મીટીંગમાં હાજર લોકોએ પોતપોતાના ઘરેથી ટિફીન લાવવાનું રહેશે અને દરેક વ્યક્તિ સાથે મળીને ભોજન કરશે અને ચર્ચા કરશે. આ દરમિયાન ફરિયાદો દૂર કરવામાં આવશે અને ધારાસભ્યો, સાંસદો તેમની સિદ્ધિઓ દરેકની સામે રજૂ કરશે.

ટિફિન પર ચર્ચાનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો ?

ટિફિન પર ચર્ચાનો કોન્સેપ્ટ RSSનો છે. પીએમ મોદી વડાપ્રધાન બન્યા પછી પણ તેમણે પાર્ટી નેતૃત્વ અને તેમના કેબિનેટ સાથીદારોને આવી બેઠકો યોજવા વિનંતી કરી હતી. ઘણી વખત તેઓ તેમના મંત્રીઓને ટિફિન મિટિંગ વિશે પૂછતા હતા કે તમે કેટલી ટિફિન મિટિંગ કરી છે. જોકે આ કન્સેપ્ટ આરએસએસનો હોવાનું માનવામાં આવે છે. શરૂઆતથી જ સંઘ “સહભોજ”ના નામે આવી સભાઓનું આયોજન કરતું આવ્યું છે. “સહ ભોજન” સંકલનની દ્રષ્ટિએ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અને આ પ્રકારના સહભોજ દ્વારા જ સંઘ સમાજમાં જાતિ આધારિત વ્યવસ્થાને સમાપ્ત કરવાના અભિયાનમાં વ્યસ્ત છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article