National Doctor’s Day : પીએમ મોદી, તબીબ જગતને કરશે સંબોધન, કોરોનાકાળમાં કરેલી સેવાને બિરદાવશે

|

Jul 01, 2021 | 10:36 AM

1 જુલાઇ એટલે નેશનલ ડૉક્ટર્સ ડે , આજે ડૉક્ટર્સ ડે ના દિવસે પ્રધાનમંત્રી મોદી મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સંબોધિત કરશે. કોરોના મહામારી દરમિયાન અનેક ડૉક્ટર્સે પોતાનો જીવ ગુમાવ્યો છે.

National Doctors Day : પીએમ મોદી, તબીબ જગતને કરશે સંબોધન, કોરોનાકાળમાં કરેલી સેવાને બિરદાવશે
પીએમ મોદી (ફાઇલ ફોટો)

Follow us on

National Doctor’s Day : નેશનલ ડૉક્ટર્સ ડેના દિવસે એટલે કે આજે પ્રધાનમંત્રી મોદી  દેશના મેડિકલ જગત સાથે જોડાયેલા લોકોને સંબોધિત કરશે. આપને જણાવી દઇએ કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(Medical Association) તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે કોવિડ-19 વિરુધ્ધ લડાઇમાં ભારતે પોતોના તમામ ડૉક્ટર્સના પ્રયાસ પર ગર્વ છે. એક જુલાઇએ નેશનલ ડૉક્ટર્સ ડે મનાવવામાં આવે છે. આવતીકાલે ત્રણ વાગે ઇન્ડિય મેડિકલ એસોસિએશન તરફથી આયોજિત એક કાર્યક્રમમાં ડૉક્ટર્સ કમ્યુનિટીને સંબોધિત કરીશ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કોની યાદમાં મનાવાય છે ડૉક્ટર્સ ડે ?

દર વર્ષે એક જુલાઇએ દેશમાં નેશનલ ડૉક્ટર્સ ડે મનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે દેશના મહાન ડૉક્ટર અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી વિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને પુણ્યતિથિ હોય છે. આ દિવસ તેમની  યાદમાં  મનાવવામાં આવે છે. ડૉક્ટર્સ કમ્યુનિટિએ કોવિડ-19 મહામારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે અને આ સમયે પણ ડૉક્ટર પોતાના જીવની પરવાહ કર્યા વગર દેશ સેવામાં છે.

પ્રધાનમંત્રી મોદી અવારનવાર ફ્રન્ટ લાઇન વર્કર્સની કરે છે સરાહના

આપને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી મોદી હંમેશા પોતાના સંબોધનમાં  ડૉક્ટર્સ અને ફ્રન્ટ લાઇન પર કામ કરનારા લોકોની સરાહના કરે છે.  રવિવારે થયેલા મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ IMAના તમામ ડૉક્ટરની આ મહામારી દરમિયા સેવા ચાલુ રાખવા અને બીમાર લોકોની મદદ કરવા માટે પ્રશંસા પણ કરી હતી. સાથે જ તેમણે કહ્યુ કે ડૉક્ટરના યોગદાનનું સમ્માન કરવા માટે દર વર્ષની જેમ દેશ 1 જુલાઇએ નેશનલ ડૉક્ટર્સ ડે મનાવશે.

કોરોનામાં અનેક ડૉક્ટર્સએ ગુમાવ્યો છે જીવ

કોરોના મહામારીની બીજી લહેરમાં અત્યાર સુધી દેશમાં લગભગ 800 ડૉક્ટર્સના મૃત્યુ થઇ ચૂક્યા છે. આ ડૉક્ટર્સમાં સૌથી વધારે મૃત્યુ દિલ્લીના ડૉક્ટર્સના થયા છે. એક રિપોર્ટ પ્રમાણે દિલ્લીમાં અત્યાર સુધી 128 ડૉક્ટર્સના સારવાર દરમિયાન વાયરસની ઝપેટમાં આવવાને કારણે મૃત્યુ થયા છે.  દિલ્લી બાદ બિહારમાં 115 ડૉક્ટર્સના અને યૂપી 79 ડૉક્ટર્સના મૃત્યુ થયા છે.

Next Article