ખાનગી સેક્ટરની દેશની સૌથી મોટી પેન્શન યોજનામાં મોદી કરવાના છે સૌથી મોટો બદલાવ, કરોડો લોકોને થશે તેનો સીધો ફાયદો

|

Jan 25, 2019 | 7:54 AM

કોઈ પણ વ્યક્તિ પોતાની વૃદ્ધાવસ્થાને લઈને ચિંતિત રહે તે સ્વાભાવિક છે. આ જ કારણે લોકો પોતાની કમાણીના દિવસો દરમિયાન જ ભવિષ્યનું વિચારીને બચત કે રોકાણ કરવાનું શરૂ કરી દે છે. મોદી સરકારની અટલ પેન્શન યોજના (APY) પણ આ જ રોકાણનો ભાગ છે. આ યોજનામાં રોકાણ કરી તમે એક ફંડ તૈયાર કરી શકો છો. આ ફંડ […]

ખાનગી સેક્ટરની દેશની સૌથી મોટી પેન્શન યોજનામાં મોદી કરવાના છે સૌથી મોટો બદલાવ, કરોડો લોકોને થશે તેનો સીધો ફાયદો

Follow us on

કોઈ પણ વ્યક્તિ પોતાની વૃદ્ધાવસ્થાને લઈને ચિંતિત રહે તે સ્વાભાવિક છે. આ જ કારણે લોકો પોતાની કમાણીના દિવસો દરમિયાન જ ભવિષ્યનું વિચારીને બચત કે રોકાણ કરવાનું શરૂ કરી દે છે. મોદી સરકારની અટલ પેન્શન યોજના (APY) પણ આ જ રોકાણનો ભાગ છે. આ યોજનામાં રોકાણ કરી તમે એક ફંડ તૈયાર કરી શકો છો.

આ ફંડ તમારા કે તમારા પરિવાર માટે ઘડપણનો સહારો બની જશે. પરંતુ આ સ્કીમમાં મોદી સરકાર મોટો બદલાવ કરવાની તૈયારી કરી રહી છે. બદલાવની જાણકારી લેતા પહેલા જાણો કે આખરે શું બદલાવ આવી રહ્યો છે અટલ પેન્શન યોજનામાં.

શું છે અટલ પેન્શન યોજના?

મે, 2015માં શરૂ થયેલી અટલ પેન્શન યોજના અંતર્ગત રિટાયરમેન્ટ પછીના ખર્ચ વખતે તમને નિયમિતપણે આવક મળતી રહેશે. આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ઘણી મહત્ત્વની છે. આ યોજનામાં રોકાણ કરતી વ્યક્તિની જો અચાનક મૃત્યુ થઈ જાય છે તો પરિવારને ફાયદો મળવાનું ચાલુ જ રહે છે. આ યોજનામાં કોઈ પણ ભારતીય રોકાણ કરી શકે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

બેંક ખાતું હોવું જરૂરી

મોદી સરકારની આ યોજનાનો ફાયદો લેવા માટે તમારું આધર કાર્ડથી લિંક થયેલું બેંક અકાઉન્ટ હોવું જોઈએ. જોકે આ સ્કીમનો ફાયદો તે લોકો નહીં ઉઠાવી શકે કે જેઓ સરકારી કર્મચારી છે કે પછી પહેલેથી જ EPF, EPS જેવી યોજનાનો લાભ લઈ રહ્યાં છે.

શું છે બદલાવનો પ્રસ્તાવ?

ફાઈનાન્સ મિનિસ્ટ્રી તરફથી અટલ પેન્શન યોજનામાં પ્રવેશની ઉપરી આયુમાં વધારીને 50 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. હાલ આ યોજનાનો લાભ લેવાની ઉપરી સીમા 40 વર્ષ છે. સરળ ભાષામાં કહીએ તો નવા નિયમ બાદ 50 વર્ષની ઉંમર સુધી લોકો આ સ્કીમ અંતર્ગત પૈસા જમા કરાવી શકશો. સાથે જ પેન્શનની રકમ બમણી કરી 10 હજાર રૂપિયા કરી દેવાની પણ યોજના છે. અટલ પેન્શન યોજના અંતર્ગત ઓછામાં ઓછા 1 હજાર રૂપિયા અને વધુમાં વધુ 5 હજાર રૂપિયા માસિક પેન્શન મળે છે.

આર્થિક સેવાઓના સચિવ રાજુવ કુમાર પ્રમાણે આ સ્કીમને આકર્ષણ બનાવવા માટે પેન્શન કોષ નિયામક તેમજ વિકાસ પ્રાધિકરણે નાણાં મંત્રાલય સમક્ષ કેટલાક પ્રસ્તાવ મૂક્યા છે. તે સિવાય બેંકોને પણ કહેવાયું છે કે આ યોજનાને આગળ વધારવા નવા વિકલ્પો ચકાસે.

આ યોજના અંતર્ગત પૈસા જમા કરાવતા લોકોનું પૈસા ડૂબવાનું કોઈ સંકટ નથી રહેતું. રોકાણકારની મોત થવાની સ્થિતિમાં પરિવારના સભ્યના અકાઉન્ટમાંથી રોકાણ ચાલુ રાખીને તમે યોજનાનો લાભ લઈ શકો છો. તે ઉપરાંત, મૃત્યુ પર પતિ કે પત્ની એકસાથે પેન્શન અકાઉન્ટમાં જમા થયેલી રકમ એકસાથે લઈ શકે છે.

[yop_poll id=796]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article