પંજાબ નેશનલ બેંકના (PNB) કરોડો રૂપિયા ડૂબાડનારા મેહુલ ચોકસીને ( Mehul Chokshi ) ભારત લાવવા માટેના પ્રયાસો ચાલુ છે. ત્યારે મેહુલ ચોકસીની પત્નિએ, ડોમેનિકામાં ( Dominica )મેહુલના પકડાવવા પર એક રહસ્યમય યુવતી જવાબદાર હોવાનું કહ્યુ છે. મેહુલ ચોકસીની પત્નિએ કહ્યુ છે કે, મેહુલને ભારત લાવવા માટે આ રહસ્યમય યુવતીએ બિછાવેલી જાળમા મેહુલ ચોકસી ફસાઈ ગયો છે. મહુલ ચોકસીને ડોમિનિકામાં ( Dominica ) ગેરકાયદે પ્રવેશના આરોપસર પકડવામાં આવ્યો છે.
ડોમિનિકન કોર્ટે મેહુલ ચોક્સીને એન્ટિગુઆથી ( Antigua ) ગેરકાયદેસર રીતે ડોમિનિકામાં પ્રવેશવાના આરોપોનો સામનો કરવાનો આદેશ આપ્યો છે. દરમિયાન મિડીયા રિપોર્ટ અનુસાર મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિએ ( Priti Chokshi ) ગુરુવારે સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. પ્રિતિના આક્ષેપ અનુસાર બાર્બરા નામની એક રહસ્યમય યુવતીએ ચોક્સીને ભારત પાછા લાવવા માટે છટકું ગોઠવ્યું છે. 2020માં એન્ટિગુઆ સ્થિત અમારા ઘરની સામે ભાડેથી મકાન લીધા પછી તેણે અમારા જીવનમાં પ્રવેશ કર્યો.
બાર્બરાએ જ મેહુલને એન્ટિગુઆથી બહાર કાઢ્યો હતો. મીડિયા રીપોર્ટ અનુસાર, પ્રીતિએ દાવો કર્યો હતો કે મેહુલ ચોક્સીને ડોમિનિકા લાવનાર બોટ, કોબ્રા ટૂર્સની ( Cobra Tours ) છે. તેમણે કહ્યું કે આ બોટના ક્રૂ મેમ્બરમાં બે પંજાબી વ્યક્તિઓ હતા. તેમણે કહ્યું કે રવિવારે 23 મેના રોજ મેહુલ ચોક્સી બાર્બરા સાથે જમવા કારમાં ઘરેથી નીકળ્યો હતો.
મને ખબર નથી એ રહસ્યમય યુવતીનું અસલી નામ શું છે. બાર્બરા જોસેફ, બાર્બરા જેસેક અથવા બાર્બરા સી? તે સમયાંતરે અમારી બાજુમાં એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તે ગયા વર્ષે 2 અને 7 ઓગસ્ટની વચ્ચે પહેલીવાર અમારી સાથે તેની મુલાકાત થઈ હતી.
પ્રીતિએ કહ્યું કે બાર્બરાએ મેહુલ ચોક્સીને તેના ઘરેથી લઈ જવા કહ્યું હતું. થોડીવાર પછી, 8થી 10 લોકો ઘરની અંદર આવી ગયા અને મેહુલને લઇ ગયો હતો. પ્રિતીએ વધુમાં કહ્યું કે મેહુલે મને કહ્યું કે જે બોટમાં તેઓ ગયા હતા તે બોટના બે ભારતીય ક્રુ મેમ્બરના નામ ગુરજિત અને ગુરમીત હતા. તેમાંથી એકે કહ્યું કે તે પંજાબી વીડિયોમાં કામ કરે છે. અન્ય કોઈ વિવેક નામનો એક વ્યક્તિ ભોજન લાવતો હતો.