શું ચીનથી આવ્યો ન્યુમોનિયા? AIIMSમાં દાખલ થયા દર્દીઓ? જાણો સરકારે શું કર્યો મોટો ખુલાસો

ચીન થી ભારતમાં વધુ એક બીમારીના પગપેસારાની વાતને ભારતનું આરોગ્ય વિભગા દોડતું થયું છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પીસીઆર અને આઈજીએમ એલિસા ટેસ્ટનો પોઝીટીવીટી દર ત્રણથી 16 ટકાની વચ્ચે છે. ચીનના આ નવા વાયરસને લઈને સરકાર પહેલાથી જ એલર્ટ થઈ ગઈ છે. અગાઉ, કોરોના વાયરસ ચીનથી આવ્યો હતો જેણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો.

શું ચીનથી આવ્યો ન્યુમોનિયા? AIIMSમાં દાખલ થયા દર્દીઓ? જાણો સરકારે શું કર્યો મોટો ખુલાસો
| Updated on: Dec 07, 2023 | 4:55 PM

ચીને ફરી એકવાર સમગ્ર વિશ્વને તણાવમાં મૂકી દીધું છે. ચીનમાંથી ઉદ્ભવેલો કોરોના વાયરસ હજુ દુનિયામાંથી નાબૂદ થયો નથી પરંતુ ચીનમાંથી એક નવો બેક્ટેરિયા બહાર આવ્યો છે. કહેવામા આવી રહ્યું છે કે આ બેક્ટેરિયાએ ભારતમાં પણ તણાવ વધારી દીધો છે. એક નવો ચીની બેક્ટેરિયા, માયકોપ્લાઝમા ન્યુમોનિયા ભારતમાં પ્રવેશ્યો છે. આ બેક્ટેરિયા નાના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યું છે. ચીનમાં આ રોગનો કહેર જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન, દિલ્હી સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) હોસ્પિટલે માહિતી આપી છે કે એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસ પ્રકાશમાં આવ્યા છે. AIIMSમાં આ રોગ માટે બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં PCR અને IDM એલિસા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી રોગ પેદા કરતા બેક્ટેરિયા માયકોપ્લાઝમાને શોધવા માટે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ટેસ્ટિંગ બાદ જાણવા મળ્યું કે ભારતમાં માયકોપ્લાઝમા ન્યુમોનિયાના સાત કેસ નોંધાયા છે. જેમાં આ બાબતોને ચીન સાથે કોઈ લેવાદેવા નથી.

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પીસીઆર અને આઈજીએમ એલિસા ટેસ્ટનો પોઝીટીવીટી દર ત્રણથી 16 ટકાની વચ્ચે છે. ચીનના આ નવા વાયરસને લઈને સરકાર પહેલાથી જ એલર્ટ થઈ ગઈ છે. અગાઉ, કોરોના વાયરસ ચીનથી આવ્યો હતો જેણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો.

ભારત સરકારે આ વાતનો કર્યો ઇનકાર

ભારત સરકારે એ વાતને નકારી કાઢી છે કે ચીનમાં ફેલાતો ન્યુમોનિયા ભારતમાં જોવા મળ્યો છે. ચીનમાં ન્યુમોનિયાના કેસોમાં તાજેતરના ઉછાળા સાથે સંકળાયેલા એઈમ્સ દિલ્હી ખાતે બેક્ટેરિયાના કેસોની તપાસનો દાવો કરતા હોવાની વાત નકારી હતી. માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા એ સમુદાય દ્વારા હસ્તગત ન્યુમોનિયાનું સૌથી સામાન્ય બેક્ટેરિયલ કારણ છે.

એઈમ્સ દિલ્હીમાં ન્યુમોનિયાના કેસ ચીનમાં બાળકોમાં શ્વસન ચેપમાં તાજેતરમાં થયેલા વધારા સાથે જોડાયેલા નથી. ભારત સરકારના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2023 થી અત્યાર સુધીમાં માયકોપ્લાઝમા ન્યુમોનિયાના 611 નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ વધુ ગંભીર કેસ નોંધાયા નથી.

આ પણ વાંચો : આ કોઈ બેંક નથી, કોંગ્રેસી સાંસદનો કબાટ છે, ઘરમાંથી મળ્યા એટલા બધા રોકડા કે ગણતા ગણતા મશીન પણ ખોટવાઈ ગયા

જાન્યુઆરી 2023 થી અત્યાર સુધી, ICMR મલ્ટિપલ રેસ્પિરેટરી પેથોજેન સર્વેલન્સના ભાગ રૂપે, માઇક્રોબાયોલોજી વિભાગ, AIIMS દિલ્હી ખાતે પરીક્ષણ કરાયેલા 611 નમૂનાઓમાં કોઈ માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા જોવા મળ્યો નથી, જેમાં મુખ્યત્વે ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બિમારીનો પણ સમાવેશ થાય છે.

વધુમાં તેમણે જણાવ્યુ કે ભારતના કોઈપણ ભાગમાંથી આવો કોઈ કેસ નોંધાયો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાજ્યના આરોગ્ય અધિકારીઓના સંપર્કમાં છે અને દરરોજ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો