
મુંબઈની બેસ્ટ બસ સર્વિસની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે મુંબઈ મહાગનગર પાલિકા દર મહિને બેસ્ટ ઉપક્રમને ૧૦૦ કરોડ રૂપિયાની આર્થિક મદદ કરશે. પાલિકાની ગ્રૂપ લીડરની બેઠકમાં નિર્ણય લેવાયો હોવાનું મેયર વિશ્વનાથ મહાડેશ્વરે જણાવ્યું હતું. બેસ્ટની આર્થિક પરિસ્થિતિને સદ્ધર લાવવા અને બેસ્ટ ઉપક્રમના અંદાજપત્રને પાલિકાના બજેટમાં જોડી દેવાય નહીં ત્યાં સુધી પાલિકાએ દર મહિને બેસ્ટને 100 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરશે તે અંગેના મેયરના પ્રસ્તાવને તમામ રાજકીય પક્ષના ગ્રુપ લીડરે સહમતિ આપી હતી.
તો કમિશનરે પણ સાકારાત્મક વલણ અપનાવ્યું હોવાથી બેસ્ટને દર મહિને પાલિકા આર્થિક મદદ કરશે. અત્યારે બેસ્ટ ઉપક્રમના માથે ત્રણ હજાર કરોડ રૂપિયાનું દેવું છે. આ સિવાય બેસ્ટ ત્રણ હજાર બસ ભાડા પર લઈને મુંબઈગરાને બસ સેવા પૂરી પાડશે. આમ બેસ્ટ ઉપક્રમનું ખાનગીકરણ દિશા તરફ જઈ રહ્યું હોવાનો આક્ષેપ પાલિકાના વિપક્ષ નેતા રવિરાજો કર્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 9:58 am, Fri, 17 May 19