સુપ્રીમ કોર્ટે અપરિણીત મહિલાને 24 સપ્તાહની ‘ગર્ભાવસ્થા’ સમાપ્ત કરવાની આપી મંજૂરી, AIIMSને મેડિકલ બોર્ડની રચના કરવા આદેશ

|

Jul 22, 2022 | 10:20 AM

દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, ગર્ભપાત કાયદા હેઠળ જો શારીરિક સંબંધ સહમતિથી બને છે તો તેને 20 અઠવાડિયા પછી ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને રદ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે અપરિણીત મહિલાને 24 સપ્તાહની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની આપી મંજૂરી, AIIMSને મેડિકલ બોર્ડની રચના કરવા આદેશ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

સર્વોચ્ચ અદાલતે (Supreme Court) એક અપરિણીત મહિલાને ગર્ભપાત (Abortion) કરાવવાની મંજૂરી આપી છે જે તેની ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માંગે છે. આ મહત્વપૂર્ણ આદેશ સાથે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો, જેમાં કોર્ટે કહ્યું હતું કે, ગર્ભપાત કાયદા હેઠળ જો જાતીય સંબંધ સહમતિથી બને છે તો તેને 20 અઠવાડિયા પછી ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દિલ્હી હાઈકોર્ટે ગર્ભવતી અપરિણીત મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય દ્વારા ‘મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ’નો વિસ્તાર કર્યો છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ એ. એસ બોપન્નાની ખંડપીઠે એમટીપી એક્ટની જોગવાઈઓ હેઠળ શુક્રવાર સુધીમાં અપરિણીત મહિલાની તપાસ કરવા માટે બે ડૉક્ટરોના મેડિકલ બોર્ડની રચના કરવા એઈમ્સના ડિરેક્ટરને આદેશ આપ્યો છે. ખંડપીઠે બોર્ડને એ જાણવા માટે કહ્યું છે કે, શું ગર્ભાવસ્થા સમાપ્ત કરવાથી મહિલાના જીવને ખતરો છે.

હાઈકોર્ટમાંથી પ્રેગ્નેન્સી ખતમ કરવાની પરવાનગી મળી ન હતી

બેંચે કહ્યું કે, એમટીપી એક્ટની જોગવાઈઓ હેઠળ શુક્રવાર સુધીમાં મેડિકલ બોર્ડની રચના કરવા એઈમ્સના ડિરેક્ટરને અપીલ કરવામાં આવે છે. જો મેડિકલ બોર્ડ એવા નિષ્કર્ષ પર આવે છે કે ગર્ભપાતને કારણે મહિલાના જીવને કોઈ ખતરો નથી અને સુરક્ષિત ગર્ભપાત થઈ શકે છે. તો અરજી મુજબ એઈમ્સ ગર્ભપાત કરશે અઠવાડિયા જે બાદ બુધવારે તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેની અપીલ પર તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હાઈકોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો

દિલ્હી હાઈકોર્ટે ગર્ભપાતને મંજૂરી આપવાનો ઈન્કાર કરતા કહ્યું કે, તે ગર્ભમાં બાળકની હત્યા (ભ્રૂણહત્યા) સમાન છે. હાઈકોર્ટે 16મી જુલાઈના તેના આદેશમાં આ મહિલાને તેની 23 સપ્તાહની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપવાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ગર્ભપાત કાયદા હેઠળ જો પરસ્પર સંમતિથી સંબંધ બનાવવામાં આવે તો 20 અઠવાડિયા પછી ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની મંજૂરી નથી. જો કે, હાઈકોર્ટે મહિલાની અપીલ પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો કે, અપરિણીત મહિલાઓને 24 અઠવાડિયા સુધી ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી ન આપવી એ ભેદભાવપૂર્ણ છે. અરજદાર, 25 વર્ષીય મહિલાએ કોર્ટને કહ્યું હતું કે, તેના પ્રેમીએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો, જેની સાથે તેણીના સહમતિથી સંબંધો હતા.

Published On - 10:19 am, Fri, 22 July 22

Next Article