જાણો કેમ ધોનીએ 20 વર્ષ જુના મોડેલની ગાડી ખરીદી, અધધધ… કિંમત છે આશરે 1 કરોડ રૂપિયા

|

Oct 28, 2019 | 11:17 AM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ગાડી અને બાઈકના શોખીન છે. તેમની પાસે ફરારી 599 GTO, હમર H2, GMC સિએરા જેવી હાઈટેક ગાડી સિવાય કાવાસાકી નિન્જા H2, BSA, સુઝુકી હાયાબુસા અને નોર્નટ વિન્ટેજ જેવા શાનદાર બાઈક્સ પણ છે. ધોનીની ગેરેજમાં 50થી વધારે ગાડી અને બાઈક સામેલ છે. માહીની કાર કલેક્શનમાં નવી એન્ટ્રી Nissan Jongaએ […]

જાણો કેમ ધોનીએ 20 વર્ષ જુના મોડેલની ગાડી ખરીદી, અધધધ... કિંમત છે આશરે 1 કરોડ રૂપિયા

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ગાડી અને બાઈકના શોખીન છે. તેમની પાસે ફરારી 599 GTO, હમર H2, GMC સિએરા જેવી હાઈટેક ગાડી સિવાય કાવાસાકી નિન્જા H2, BSA, સુઝુકી હાયાબુસા અને નોર્નટ વિન્ટેજ જેવા શાનદાર બાઈક્સ પણ છે. ધોનીની ગેરેજમાં 50થી વધારે ગાડી અને બાઈક સામેલ છે. માહીની કાર કલેક્શનમાં નવી એન્ટ્રી Nissan Jongaએ કરી છે.

ધોનીની આ નવી ગાડી નિસાન જોન્ગાને નાકોદર, પંજાબના SD ઓફરોડર્સમાં મોડિફાઈ કરવામાં આવી છે. ધોનીએ જે જોન્ગા ગાડી ખરીદી છે, તેને ‘1 Ton’ના નામથી પણ ઓળખવામાં આવતી હતી પણ આ નિસાન 4W70 સીરીઝનું વ્હીકલ છે. જોન્ગા નામ તેને જબલપુર ઓર્ડિનેસ એન્ડ ગનકેરિઝ એસેમ્બલી (JONGA)ના કારણે આપવામાં આવ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નિસાન આ SUVનું પ્રોડક્શન વિશેષ રીતે ભારતીય સેના માટે 1999 સુધી કરતુ હતું. ધોનીએ 20 વર્ષ જુની જોન્ગા કાર ખરીદી છે. તેને બ્રિલિયન્ટ ગ્રીન કલર કરવામાં આવ્યો છે અને સાથે જ તેમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. આ કારની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા જેટલી છે. આ ગાડી ધોનીને પસંદ પડતા તેઓએ ખરીદી લીધી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

માહીની જોન્ગામાં નવા હેડલેમ્પ, રાઉન્ડેડ LED DRL અને કોન્ટ્રાસ્ટ બ્લેક કલરનું નવું બમ્પર આપવામાં આવ્યું છે. તે સિવાય તેમાં મોટા મિરર, ફેન્ડર્સ, નવા ટેલ લેમ્પ અને બ્લેક રૂફ રેલ્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ ગાડીમાં 6 સિલિન્ડરનું પેટ્રોલ એન્જિન છે. ધોનીની આ ગાડી જોન્ગા 4 વીલ ડ્રાઈવ સિસ્ટમ વાળી છે. SUVના ફ્રન્ટ અને રિયરમાં હાઈડ્રોલિક બ્રેક આપવામાં આવી છે.

આ પણ વાંચો: ધોનીની સાથે ઝિવાએ કરી ગાડીની સફાઈ, વીડિયો થયો વાઈરલ

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article