Haryana Violence: મોનુ માનેસરનું નિવેદન કે કોઈ ષડયંત્ર ! નૂહમાં કેમ ફાટી નિકળી હિંસા ? હરિયાણા ડેપ્યુટી સીએમએ જણાવ્યું કારણ

|

Aug 02, 2023 | 9:57 AM

હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે જે લોકો રમખાણો ફેલાવે છે, પછી ભલે તે કોઈપણ પક્ષ કે કોઈપણ સમુદાયના હોય, તેમને બક્ષવામાં આવશે નહીં. ગઈ રાતથી સ્થિતિ સામાન્ય છે. કેન્દ્રથી વધારાની સુરક્ષા દળ આવી ગયું છે.

Haryana Violence: મોનુ માનેસરનું નિવેદન કે કોઈ ષડયંત્ર ! નૂહમાં કેમ ફાટી નિકળી હિંસા ? હરિયાણા ડેપ્યુટી સીએમએ જણાવ્યું કારણ
Monu Manesar statement or any conspiracy

Follow us on

હરિયાણાના નૂહમાં સોમવારથી શરૂ થયેલી હિંસા કેવી રીતે વધતી ગઈ તેની તપાસ સતત ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ શોભાયાત્રાના આયોજકો પર જ સવાલો ઉઠાવ્યા છે. દુષ્યંત ચૌટાલાનું કહેવું છે કે આયોજકોએ સ્થાનિક પ્રશાસનને ભીડ વિશે સાચી માહિતી આપી ન હતી, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી.

હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે જે લોકો રમખાણો ફેલાવે છે, પછી ભલે તે કોઈપણ પક્ષ કે કોઈપણ સમુદાયના હોય, તેમને બક્ષવામાં આવશે નહીં. ગતરાતથી સ્થિતિ સામાન્ય છે. કેન્દ્રથી વધારાની સુરક્ષા દળ આવી ગયું છે. અમને ઘણા બધા ઈનપુટ મળ્યા છે. તેમણે કહ્યું કે યાત્રાના આયોજકોએ ભીડ એકઠી કરવા અંગે સ્થાનિક પ્રશાસનને યોગ્ય માહિતી આપી ન હતી જે યાત્રા પહેલા આપવી જરુરી હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ચૌટાલાએ શાંતિ જાળવવાની અપીલ કરી છે

ચૌટાલાએ કહ્યું કે હું રાજ્યના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરું છું. બીજી તરફ, નૂહના એસપીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 44 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 116ની ધરપકડ કરવામાં આવી છે.

ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં – CM ખટ્ટર

હરિયાણાના મુખ્યમંત્રીએ નૂહમાં થયેલી સાંપ્રદાયિક હિંસાને એક ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. સીએમ ખટ્ટરે કહ્યું કે જે લોકો આ હિંસામાં સામેલ છે તેમને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો: Haryana Violence: કોણ છે મોનુ માનેસર ,જેનું હરિયાણાના નૂહમાં ભડકી ઉઠેલી હિંસામાં ઉછળ્યું નામ

શું કહ્યું ગૃહમંત્રી અનિલ વિજે?

બીજી તરફ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે નૂહ હિંસાને ષડયંત્ર ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે તે આયોજિત હિંસા હતી. જો કે, તેણે એમ પણ કહ્યું કે તે કાવતરું છે કે બીજું કંઈક, તે આ અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. ગૃહમંત્રીએ કહ્યું કે તેઓ હિંસાની તપાસ કરશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરશે.

મોનુ માનેસર બાદ બિટ્ટુ બજરંગીનો વીડિયો વાયરલ થયો

નૂહમાં યાત્રા પહેલા બિટ્ટુ બજરંગી નામના અન્ય ગૌ રક્ષકનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે સતત પોલીસ અને યાત્રાનો વિરોધ કરી રહેલા લોકોને પડકાર ફેંકતા સાંભળતો જોવા મળ્યો છે અને સીધું કહે છે કે તે અને તેના સાથીઓ પણ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે, અને તેઓ ચોક્કસ આવશે. નૂહની ઘટના દરમિયાન અને તે પહેલા બિટ્ટુ બજરંગીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:56 am, Wed, 2 August 23

Next Article