મોહન ચરણ માઝી ઓડિશાના નવા મુખ્યપ્રધાન બનશે, બે ડેપ્યુટી CMના નામો પણ ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં કરાયા જાહેર

|

Jun 11, 2024 | 7:36 PM

Mohan Charan Majhi: ઓડિશાના આગામી મુખ્યમંત્રી કોણ હશે? આના પરથી પડદો ઉંચકાયો છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મોહન ચરણ માઝીના નામને મંજૂરી આપવામાં આવી છે. તેઓ બુધવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. યુપી અને રાજસ્થાનની જેમ ભાજપે ઓડિશામાં પણ બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે.

મોહન ચરણ માઝી ઓડિશાના નવા મુખ્યપ્રધાન બનશે, બે ડેપ્યુટી CMના નામો પણ ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં કરાયા જાહેર
Mohan Charan Mazi

Follow us on

ઓડિશાના આગામી મુખ્યમંત્રી કોણ હશે? આના પરથી પડદો ઉંચકાયો છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મોહન ચરણ માઝી (Mohan Charan Majhi)ના નામને મંજૂરી આપવામાં આવી છે. તે આદિવાસી સમુદાયના છે. બુધવારે માઝી મુખ્યમંત્રી તરીકે શપથ લઇ શકે છે. ચર્ચા છે કે પીએમ મોદી પણ આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે.

યુપી અને રાજસ્થાનની જેમ ભાજપે ઓડિશામાં પણ બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા લાગુ કરી છે. કનક વર્ધન સિંહ દેવ અને પ્રવતી પરિદાને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારે ઓડિશામાં આયોજિત બીજેપી વિધાયક દળની બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યા હતા.

બેઠક બાદ રાજનાથ સિંહે આ વાત કહી

પાર્ટી હાઈકમાન્ડે રાજનાથ અને ભૂપેન્દ્ર બંનેને જવાબદારી સોંપી હતી. વિધાયક દળની બેઠક બાદ દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભાજપના નેતા મોહન ચરણ માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી હશે. કે.વી. સિંહ દેવ અને પાર્વતી પરિદાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

મોહન ચરણ માઝી કેઓંઝર સીટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે

મોહન ચરણ માઝી કેઓંઝર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમને 87 હજાર 815 વોટ મળ્યા હતા. જ્યારે બીજુ જનતા દળ (બીજેડી)ના ઉમેદવાર મીના માઝીને 76 હજાર 238 વોટ મળ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રતિવા મંજરી નાઈક ત્રીજા ક્રમે છે. તેમને માત્ર 11 હજાર 904 વોટ મળ્યા હતા. આ રીતે મોહન માઝીએ તેમના નજીકના પ્રતિસ્પર્ધી બીજેડીના મીના માઝીને 11 હજાર 577 મતોથી હરાવ્યા.

રાજ્યમાં પહેલી ભાજપ સરકારનું નેતૃત્વ કરવા જઈ રહેલા મોહન માઝીનો જન્મ 6 જાન્યુઆરી, 1972ના રોજ થયો હતો. તેઓ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરી રહ્યા છે. આ વખતે યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ 2019માં ધારાસભ્ય પણ ચૂંટાયા હતા. આ પહેલા તેઓ 2000 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા હતા. ભાજપે મોહન માઝીને રાજ્યની બાગડોર સોંપીને ઓડિશાના આદિવાસી સમુદાયોની ખાસ કાળજી લીધી છે.

શપથ ગ્રહણ સમારોહ જનતા મેદાનમાં યોજાશે

એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી બુધવારે બપોરે 2.30 વાગ્યાની આસપાસ ભુવનેશ્વર પહોંચી શકે છે. તેઓ એરપોર્ટથી રાજભવન જઈ શકે છે. આ પછી શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે લોકો જનતા મેદાન પહોંચશે. રાજ્યમાં ભાજપની જંગી જીત બાદ એવી ચર્ચા હતી કે ભાજપ ઓડિશાના સીએમ માટે ધર્મેન્દ્ર પ્રધાનના નામ પર ચર્ચા કરી શકે છે. પરંતુ સંબલપુર સીટના સાંસદ ધર્મેન્દ્ર પ્રધાન મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં મંત્રી બન્યા છે.

Next Article