સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલા Mohan Bhagwat સૌરાષ્ટ્રના પ્રવાસે

RSSના સરસંધચાલક Mohan bhagwatના સૌરાષ્ટ્ર પ્રવાસથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ, તેમના આગમનની તડામાર તૈયારીઓ.

સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલા Mohan Bhagwat સૌરાષ્ટ્રના પ્રવાસે
Mohan Bhagwat
| Edited By: | Updated on: Jan 21, 2021 | 2:01 PM

RSSના સરસંઘચાલક Mohan Bhagwat સૌરાષ્ટ્રના પ્રવાસે આવવાના છે. સ્થાનિક સ્વરાજની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે તેમનો આ પ્રવાસ સૂચક રહેશે. આવતી કાલે એટલે કે 22 જાન્યુઆરીએ મોહન ભાગવત સાંજે રાજકોટ આવી પહોંચશે. ત્યારબાદ 23 અને 24 તારીખે સંઘના અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે એક બેઠક કરશે. કોરોના ગાઈડલાઇનને કારણે અન્ય કાર્યક્રમોનું આયોજન નથી, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલા સૌરાષ્ટ્રનો પ્રવાસ સૂચક સાબિત થશે.

Mohan Bhagwat

આરએસએસ (Rashtriya Svyam sevak Sangh)ના સરસંધચાલક Mohan Bhagwat ના સૌરાષ્ટ્ર પ્રવાસથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેના આગમનની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર પ્રવાસ હાઇ-લાઇટ્સ:

22 જાન્યુઆરીએ સાંજે મોહન ભાગવત રાજકોટ આવી પહોંચશે.

23 અને 24 તારીખે સંઘના અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે.

કોરોના ગાઇડલાઇનને કારણે અન્ય કાર્યક્રમોમાં નહિ આપે હાજરી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોહન ભાગવતનો સૌરાષ્ટ્ર પ્રવાસ સૂચક.

બે દિવસ સૌરાષ્ટ્રના સંઘના અગ્રણીઓ સાથે કરશે બેઠક.

RSS દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી.

 

આ પણ વાંચો: IPL 2021: લસિથ મલિંગાએ ફ્રેંન્ચાઇઝી ક્રિકેટથી પણ લીધો સંન્યાસ, મુંબઇએ કર્યો રીલીઝ