મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હજુ પણ વિલંબમાં, બુલેટ ટ્રેન સામે ખેડૂતોની નારાજગી, જમીન સંપાદન સામે બુંગીયો ફુકવા આવતીકાલે ખેડૂતોની મળશે બેઠક

|

Sep 06, 2020 | 9:13 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીપ પ્રોજેક્ટ પૈકીનો મહત્વનો એવો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વધુ વિલંબમાં પડી શકે તેમ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે જમીન સંપાદન સૌથી મોટી સમસ્યા છે. તો મહારાષ્ટ્રની સરકારે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કરતા અન્ય કામને અગ્રતા આપવાનો રવૈયો અપનાવ્યો છે. આ ઉપરાંત મુંબઈ નજીક દરીયામાં 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવા માટે જાપાનની કંપનીએ […]

મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હજુ પણ વિલંબમાં, બુલેટ ટ્રેન સામે ખેડૂતોની નારાજગી, જમીન સંપાદન સામે બુંગીયો ફુકવા આવતીકાલે ખેડૂતોની મળશે બેઠક

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીપ પ્રોજેક્ટ પૈકીનો મહત્વનો એવો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વધુ વિલંબમાં પડી શકે તેમ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે જમીન સંપાદન સૌથી મોટી સમસ્યા છે. તો મહારાષ્ટ્રની સરકારે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કરતા અન્ય કામને અગ્રતા આપવાનો રવૈયો અપનાવ્યો છે. આ ઉપરાંત મુંબઈ નજીક દરીયામાં 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવા માટે જાપાનની કંપનીએ કોઈ સ્પષ્ટતા ના કરતા આ પ્રોજેકટ પૂર્ણ થવાની જે અવધિ નક્કી કરી છે કે અવશ્ય લંબાઈ જશે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાની જે કામગીરી ચાલી રહી છે તેમાં ખેડૂતોને ભારે વિરોધ છે. અને આવા ખેડૂતોની એક બેઠક આવતીકાલે કામરેજના ઘલુડી ખાતે મળી રહી છે. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે ગાંધી ચિધ્યા માર્ગે લડતના મંડાણની જાહેરાત થવાની શક્યતા જોવાઈ રહી છે.

સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ખેડૂતોને આ પ્રોજેકટમાં જમીન ગુમાવવાનો વારો આવ્યો છે. તેમને વળતર ઓછું મળતું હોવાના કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે. આ માટે તેમણે કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે. હવે આ ખેડૂતો બે માર્ગે લડત કરવા ઈચ્છે છે એક કાનુની અને બીજો ગાંધી ચિધ્યા માર્ગે લડત. પ્રોજેકટની બેઝિક કામગીરી પણ હજી થઈ નથી. બીજી તેફ દરિયામાં 21 કિમી લાંબી ટનલ માટે બોરિંગ મશીન, સ્પેશ્યલ આધુનિક મેથડની જરૂર પડશે તેવી જ રીતે મુંબઈ નજીક ફ્લેમિંગો સેંક્ચ્યુરીને બચાવવા પણ 60 મહિનાનો સમય જશે તેવું જાણકારો માની રહ્યા છે. ખેડૂત સમાજની મિટિંગમાં આગામી દિવસમાં વિરોધ કરવાની રણનીતિ નક્કી કરાશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

 

Next Article