370 દૂર કર્યા બાદ હવે કાશ્મીરને લઈને મોદી સરકારનો 2026નો માસ્ટર પ્લાન, અમિત શાહે સંસદમાં કર્યો મોટો ખુલાસો

|

Dec 06, 2023 | 5:18 PM

ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં કહ્યું કે, કલમ 370 હતી તે સમયે કાશ્મીરમાં આતંકવાદ ફુલ્યોફાલ્યો હતો. 45,000 નિર્દોષ નાગરિકોના આતંકવાદને કારણે મોત થયા હતા. કલમ 370 દૂર થયા બાદ આજે આતંકવાદને લગતી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. કાશ્મીરમાંથી 370 રદ થયા બાદ લોહીની નદીઓ વહેશે તેમ કહેવા વાળાને મારે કહેવું છે કે, અત્યાર સુધીમાં લોહીની નદીઓ તો વહી નથી પરંતુ પથ્થર મારો કરવાની ઘટના પણ બંધ થઈ ગઈ છે. આ કલમ 370 રદ કરવાને કારણે થયું છે. કોંગ્રેસે 70 વર્ષ સુધી જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રે ઓરમાયુ વર્તન દાખવ્યું હતું. 

370 દૂર કર્યા બાદ હવે કાશ્મીરને લઈને મોદી સરકારનો 2026નો માસ્ટર પ્લાન, અમિત શાહે સંસદમાં કર્યો મોટો ખુલાસો
Amit Shah

Follow us on

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે સંસદમાં કાશ્મીરને લઈને મોદી સરકારના 2026 સુધીના માસ્ટર પ્લાનનો ખુલાસો કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 દૂર કરાયા બાદ શુ થયું તેમ ઘણા લોકો પુછતા આવ્યા છે. મારે એમને જણાવવું છે કે, કલમ 370 દૂર કરાયા બાદ, કાશ્મીરમાં શાંતિ પ્રસરી છે. આતંકવાદ નાબૂદ થયો છે. ઘૂસણખોરી અટકી છે. પ્રવાસીઓની સંખ્યા વધી છે. લોકોની રોજગારી અને સુખાકારીમાં વધારો થયો છે. મોદી સરકારે 2026 સુધીની એક નીતિ બનાવી છે. જેમાં 2026 સુધીમા સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદને સંપૂર્ણ પણે નાબૂદ કરી દેવાશે. તેમ અમિત શાહે જણાવ્યું હતું.

અમિત શાહે કહ્યું કે, કલમ 370 હતી તે સમયે કાશ્મીરમાં આતંકવાદ ફુલ્યોફાલ્યો હતો. 45000 નિર્દોષ નાગરિકોના આતંકવાદને કારણે મોત થયા હતા. કલમ 370 દૂર થયા બાદ આજે આતંકવાદને લગતી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે સસંદમાં જમ્મુ કાશ્મીરમાથી 370ની કલમ રદ કર્યા બાદ આવેલા પરિવર્તન જાણ કરાઈ હતી. 2026 સુધીમાં જમ્મુ કાશ્મીરમાંથી સંપૂર્ણપણે આતંકવાદ સમાપ્ત થશે. અમિત શાહે કહ્યું હતુ કે, કાશ્મીરમાંથી 370 રદ થયા બાદ લોહીની નદીઓ વહેશે તેમ કહેવા વાળાને મારે કહેવું છે કે, અત્યાર સુધીમાં લોહીની નદીઓ તો વહી નથી પરંતુ પથ્થર મારો કરવાની ઘટના પણ બંધ થઈ ગઈ છે. આ કલમ 370 રદ કરવાને કારણે થયું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અમિત શાહે કલમ 370 રદ કરવાથી આવેલ ફેરફાર અંગે કહ્યું કે, શ્રીનગરના લાલચોકમાં હવે તમામ ધર્મના તહેવાર ઉલ્લાસપૂર્વક ઉજવાય છે. કાશ્મીરમાં લોકોની માથાદીઠ આવક વધી છે. 94 કોલેજ હતી તે વધીને 146 થઈ છે. 2 એઈમ્સ છે. જે સમગ્ર દેશમાં એક માત્ર રાજ્ય છે. મેડીકલ સીટ 500થી વધીને 800 થઈ છે…

મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ અને કાશ્મીરમાંથી 370 કલમ દૂર કરવાને પગલે જમ્મુ કાશ્મીરનો વિકાસ થયો છે. તેની રૂપરેખા આપતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના સત્તાકાળમાં 24000 લોકોને ઘર આપવામાં આવ્યું હતું, મોદી સરકારના કાર્યકાળમાં 1,45,000 લોકોને ઘર અપાયું છે.

અમિત શાહે કહ્યું કે, કાશ્મીર ક્ષેત્રમાં જળ વિદ્યુત ક્ષેત્રે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. નવા 48 પાવર સ્ટેશન શરૂ કરાયા છે. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 દૂર કર્યા બાદ અનેક યુવાનોને રોજગારી મળી હોવાનો દાવો કર્યો હતો. અમિત શાહે સંસદમાં એવો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસે 70 વર્ષ સુધી જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રે ઓરમાયુ વર્તન દાખવ્યું હતું.

જે લોકો કહે છે કે, 370 દૂર થયા બાદ શુ થયું તેમ કહેતા હતા તેમને મારે કહેવું છે કે જ્યારે ભાજપ સત્તામાં આવ્યું ત્યારે કાશ્મીરમાં 14 લાખ પ્રવાસીઓ ઉમટયા હતા. આજે  2 કરોડ પ્રવાસીઓ ઉમટ્યા છે. પ્રવાસીઓના ઉમટવાનો આ આંકડો પણ મોદી સરકારના સત્તાકાળમાં જ તુટશે. હાઉસ બોટ માટે નવી નીતિ લવાશે. ફિલ્મને લગતા પણ વધુ પ્રોત્સાહન આપવામા આવશે.

 

 

Published On - 3:57 pm, Wed, 6 December 23

Next Article