જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે CRPF ના કાફલાં પર મોટો આતંકવાદી હુમલો, 42 જવાન શહીદ

|

Feb 17, 2019 | 10:01 AM

ગુરૂવારની બપોરે જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદીઓ દ્વારા સુરક્ષા જવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. પુલવામાના અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં સુરક્ષા જવાનોના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને હુમલો કર્યો હતો. આતંકવાદી હુમલામાં મહત્વની વાતો સામે આવી રહી છે. હાઈવે પર સુરક્ષા જવાનોની 50 ગાડીઓ પસાર થઈ રહી હતી. જેમાં 20 બસ, ટ્રક અને એસયુવી ગાડીઓ પસાર […]

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે CRPF ના કાફલાં પર મોટો આતંકવાદી હુમલો, 42 જવાન શહીદ

Follow us on

ગુરૂવારની બપોરે જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદીઓ દ્વારા સુરક્ષા જવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. પુલવામાના અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં સુરક્ષા જવાનોના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને હુમલો કર્યો હતો. આતંકવાદી હુમલામાં મહત્વની વાતો સામે આવી રહી છે. હાઈવે પર સુરક્ષા જવાનોની 50 ગાડીઓ પસાર થઈ રહી હતી. જેમાં 20 બસ, ટ્રક અને એસયુવી ગાડીઓ પસાર થઈ રહી હતી. જેમાં દરેક બસ અને ટ્રકમાં 35 થી 40 જવાનો હતા. જેમાં IED નો ઉપયોગ કરી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે.

આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આવતી કાલે કાશ્મીર પહોંચી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આ મામલે નજર રાખીને બેઠાં છે અને તેમણે સેનાને એલર્ટ રહેવા પણ જાણ કરી છે. આદિલ ડારે જૈશ-એ-મોહમ્મદ તરફથી હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

TV9 Gujarati

 

ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. આ વર્ષ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જે પછી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, CRPF ના આશરે 12 જેટલી ગાડીઓ પસાર થઈ રહી હતી. જેમાં 2500થી વધારે જવાનો હતા. જેમાંથી આતંકીઓએ એક ગાડી પર હુમલો કર્યો છે.

CRPFના અધિકારીઓ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, રસ્તા પર એક ફોર વ્હીલરમાં IED લગાવવામાં આવ્યું હતું. જે કાર હાઈવે પર જ ઉભી રહી હતી. જેવી સુરક્ષા જવાનોની ગાડી ત્યાંથી પસાર થઈ તેવો જ IEDથી બલાસ્ટ કરવામાં આવ્યો હતો. જે પછી ત્યાં ગોળીબાર પણ શરૂ થયો હતો. આ હુમલામાં 8 CRPF જવાન શહીદ થયા છે જ્યારે 12 ઇજાગ્રસ્ત થયા છે.

[yop_poll id=1413]

Published On - 11:14 am, Thu, 14 February 19

Next Article