રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદની આગાહી

|

Feb 16, 2021 | 9:50 AM

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન-મધ્યપ્રદેશમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનથી દેશના કેટલાક રાજ્યોના વાતાવરણમાં પલટો આવશે. દેશના વિભિન્ન પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અને રાજસ્થાન-મધ્યપ્રદેશમાં આકાર લઈ રહેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસર જોવા મળી રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન-મધ્યપ્રદેશમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનથી દેશના કેટલાક રાજ્યોના વાતાવરણમાં પલટો આવશે. દેશના વિભિન્ન પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અને રાજસ્થાન-મધ્યપ્રદેશમાં આકાર લઈ રહેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસર જોવા મળી રહી છે. ઉતર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તરાખંડમાં વરસાદ અને બરફવર્ષા થવાની આગાહી કરાઈ છે. દેશના પર્વતીય વિસ્તારો ખાસ કરીને હિમાલય પર્વતમાળા ક્ષેત્રમાં આવેલા રાજ્યોમાં વરસાદ અને બરફવર્ષાની આગાહીને પગલે વહીવટીતંત્ર સતર્ક થઈ ગયુ છે. જમ્મુ કાશ્મિરથી લઈને હિમાચલ સુધીના વિસ્તારમાં હળવો કમોસમી વરસાદ ઉપરાંત કેટલાક સ્થળે બરફવર્ષા વરસી રહી છે.

Published On - 9:49 am, Tue, 16 February 21

Next Video