
ભારતીય ક્રિકેટ ટીમે પોતાની શાનદાર બેટિંગ અને બોલિંગના દમ પર પાકિસ્તાનને 89 રનથી હરાવી દીધી છે. ત્યારે ભારતની જીત પર લોકો પોતાની ખૂશી જાહેર કરી રહ્યા છે અને ચારો તરફથી રિએકશન આવી રહ્યા છે. તો કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ પણ ભારતની જીત પર પોતાનું રિએકશન આપ્યું છે. તો મહેબૂબા મુફ્તીએ કરેલું ટવીટ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે સાથે લોકો તેના પર રિએકશન પણ આપી રહ્યા છે.
Congrats to #IndianCricketTeam for a terrific performance & making the country proud. Pakistan lost but they surely made twitter more entertaining with their self deprecating humour.
— Mehbooba Mufti (@MehboobaMufti) June 16, 2019
આ પણ વાંચોઃ હિંમતનગરમાં કારમાં આગ લાગતા દોડાદોડી, ભીષણ આગને બુઝાવવા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહેબૂબા મુફ્તીએ TWEET કર્યું કે, ભારતીય ક્રેકેટ ટીમને શાનદાર જીત માટે શુભેચ્છા અને પાકિસ્તાન હારી ગયું. સામાન્ય દેખાતા આ સંદેશમાં પણ મહેબૂબાએ પોતાના હ્યુમર દ્વારા ટવીટને મનોરંજક પણ બનાવી દીધુ હતું. મતલબ ભારતની ટીમની જીતની સાથે પાકિસ્તાનના લોકો જે રીતે તેની ક્રિકેટ ટીમના મીમ બનાવી રહ્યા છે તેને લઈને મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાનીઓના હ્યુમરના પણ વખાણ કર્યા હતા. અગાઉ પણ ભારત-પાકના મેચ માટે મહેબૂબા મુફ્તીએ ટવીટ કર્યું હતું. જે પણ વાઈરલ થયું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 1:41 pm, Mon, 17 June 19