Himachal Pradesh: હિમાચલના ઉનાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 7 કામદારોના મોત, 10 ઘાયલ

હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના બાથુ ઔદ્યોગિક વિસ્તારમાં એક ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ કામદારોના મોત થયા છે.

Himachal Pradesh: હિમાચલના ઉનાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 7 કામદારોના મોત, 10 ઘાયલ
Massive explosion in Himachal's Una factory at least 6 workers killed
| Updated on: Feb 22, 2022 | 4:03 PM

હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) ઉના (Una) જિલ્લામાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે. જ્યાં જિલ્લાના તાહલીવાલ સ્થિત ફેક્ટરીમાં થયેલા આ બ્લાસ્ટમાં 7 લોકોના મોત થયા છે. આ સિવાય 10 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જ્યાં બ્લાસ્ટમાં 7 મહિલાઓના મોત થયા છે તો બીજી બાજુ તમામ ઘાયલ લોકોને ઉનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ સાથે જ પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મામલાની તપાસ શરૂ કરી છે.

હકીકતમાં, મળતી માહિતી મુજબ, આ બ્લાસ્ટ ઉનાના હરોલીના તાહલીવાલમાં ફટાકડાની ફેક્ટરીમાં થયો છે. જ્યાં અકસ્માત બાદ ઘટનાસ્થળે આગ ફાટી નીકળી હતી અને શ્રમિક મહિલાઓ જીવતી બળી ગઈ હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઘાયલોને ઉના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ઘાયલોની ચોક્કસ સંખ્યા જાણી શકાય નથી. પરંતુ વિસ્ફોટ બાદ સ્થળ પર છ મૃતદેહો પડ્યા હતા, જે તમામ મહિલાઓના છે.

મૃતકોમાં એક ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે અને તે બ્લાસ્ટ વખતે તેની માતા સાથે હાજર હતી. જોકે, પ્રાથમિક માહિતીમાં મૃતક મહિલાઓ યુપીની હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મૃતકોની ઓળખ કરવાની બાકી છે.

 

આ પણ વાંચો –

Petrol Diesel Price Today : છેલ્લા એક વર્ષમાં ક્રૂડ 62 ટકા ઉછળ્યું, દેશમાં ઇંધણની કિંમતની સ્થિતિ શું છે? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો –

Fodder Scam: ચારા કૌભાંડ કેસમાં કોર્ટે લાલુ પ્રસાદને સાડા 32 વર્ષની સજા સંભળાવી, 1.65 કરોડનો દંડ ફટકાર્યો

આ પણ વાંચો –

Maharashtra: થાણે પોલીસે NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર વિરુદ્ધ છેતરપિંડીની FIR નોંધી, સમીર વાનખેડેએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો

Published On - 12:51 pm, Tue, 22 February 22