વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi) આજે સવારે 11 વાગ્યે મન કી બાત (Mann ki bat) કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો શેર કરશે. આ મન કી બાતનો 82 મો એપિસોડ હશે. તેમનો કાર્યક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે દેશે 100 કરોડથી વધુ ડોઝ આપીને રસીકરણમાં ઈતિહાસ રચ્યો છે.
આ કાર્યક્રમ દરમિયાન રસીકરણ ઉપરાંત વડાપ્રધાન આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને લોકોને કોવિડ નિયમોનું પાલન કરવા માટે પણ કહી શકે છે. મન કી બાતનો છેલ્લો એપિસોડ 26 સપ્ટેમ્બરે પ્રસારિત થયો હતો જ્યારે પીએમ મોદી અમેરિકાથી સ્વદેશ પરત ફર્યા હતા.
વર્ષ 2014માં ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. મન કી બાતના કાર્યક્રમમાં તેઓ મોટાભાગે દેશના વિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરે છે. તે સામાન્ય જનતાની વાત કરે છે. તેઓ લોકોને તેમના અનુભવો દ્વારા માર્ગદર્શન પણ આપે છે. અત્યાર સુધી પીએમ મોદી આ કાર્યક્રમ દ્વારા 81 વખત દેશવાસીઓને સંબોધિત કરી ચૂક્યા છે.
Tune in tomorrow, 24th October at 11 AM. #MannKiBaat pic.twitter.com/CvESmzibcc
— Narendra Modi (@narendramodi) October 23, 2021
મન કી બાત કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશભરના લોકોના અભિપ્રાય જાણવા માંગે છે. તેઓ વિવિધ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકો પાસેથી સલાહ અને સૂચનો આમંત્રિત કરે છે. તેઓ તેમના કાર્યક્રમમાં વધુ સારા અને પસંદ કરેલા સૂચનોનો પણ સમાવેશ કરે છે. તમે તમારો મુદ્દો પીએમ મોદી સુધી પણ પહોંચાડી શકો છો.
આવી રીતે આપી શકો છો અભિપ્રાય
આ કાર્યક્રમમાં, પીએમ મોદી વિવિધ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકો પાસેથી સલાહ અને સૂચનો આમંત્રણ આપતા રહે છે અને બાદમાં તેમના કાર્યક્રમ દ્વારા ઘણાનો ઉલ્લેખ કરે છે. તમે નરેન્દ્ર મોદીની વેબસાઈટ પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારા સૂચનો મોકલી શકો છો.
આ ઉપરાંત, mygov.in પર આપવામાં આવેલી માહિતી મુજબ, તમે 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકો છો અને SMS માં પ્રાપ્ત લિંકને અનુસરીને તમારા સૂચનો સીધા જ વડાપ્રધાનને આપી શકો છો. તમે ટોલ ફ્રી નંબર 1800-11-7800 ડાયલ કરીને તમારા સૂચનો પણ રેકોર્ડ કરી શકો છો.
આ પણ વાંચો : Animal Husbandry: લ્યો બોલો ! IVF ટેક્નિકથી ભારતમાં પહેલી વાર ભેંસે આપ્યો વાછરડાને જન્મ
આ પણ વાંચો :India-Pak મેચ પહેલા છવાઇ મૌકા-મૌકાની જાહેરાત, સોશિયલ મીડિયા પર લોકોએ લીધી ખૂબ મજા