5 ફેબ્રુઆરીએ મંગળનો મેષમાં પ્રવેશ : જો તમારી આ રાશિ છે તો આવતા 52 દિવસો સુધી થશે મંગળ જ મંગળ, થશે પૈસાનો વરસાદ

|

Feb 03, 2019 | 7:38 AM

મંગળ હવે પોતાની મેષ રાશિમાં આવી રહ્યો છે. મંગળ 5 ફેબ્રુઆરીએ મંગળવારે રાશિ પરિવર્તન કરશે. મંગળ પોતાની મેષ રાશિમાં આવી રહ્યો છે અને તે જ દિવસે મંગળનું ઘનિષ્ઠા નક્ષત્ર પણ છે. મંગળના આ રાશિ પરિવર્તનથી ક્લેશ અને ઝગડા ખતમ થશે. દેવું ઓછું થવા લાગશે. અભ્યાસ, નોકરી, વેપાર અને લગ્નમાં આવેલી મુસીબતો ઓછી થઈ જશે. Web […]

5 ફેબ્રુઆરીએ મંગળનો મેષમાં પ્રવેશ : જો તમારી આ રાશિ છે તો આવતા 52 દિવસો સુધી થશે મંગળ જ મંગળ, થશે પૈસાનો વરસાદ

Follow us on

મંગળ હવે પોતાની મેષ રાશિમાં આવી રહ્યો છે. મંગળ 5 ફેબ્રુઆરીએ મંગળવારે રાશિ પરિવર્તન કરશે.

મંગળ પોતાની મેષ રાશિમાં આવી રહ્યો છે અને તે જ દિવસે મંગળનું ઘનિષ્ઠા નક્ષત્ર પણ છે. મંગળના આ રાશિ પરિવર્તનથી ક્લેશ અને ઝગડા ખતમ થશે. દેવું ઓછું થવા લાગશે. અભ્યાસ, નોકરી, વેપાર અને લગ્નમાં આવેલી મુસીબતો ઓછી થઈ જશે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

આ પણ વાંચો : એવું તો શું થયું કે બ્રિટનની મહારાણી એલિઝાબેથ સહિત આખા શાહી પરિવારને લંડનથી બહાર ખસેડવાની થઈ રહી છે તૈયારી ?

મંગળ ગ્રહ મેષ રાશિમાં સ્વરાશિનો થશે. લોકોને ગુસ્સો પણ ઓછો આવશે, ગુનાઓ ઘટશે.

મંગળ ગ્રહ 5 ફેબ્રુઆરી રાત્રે 11.48 વાગ્યા બાદ રાશિ પરિવર્તન કરી મીન રાશિમાંથી પોતાની જ મૂળ ત્રિકોણ રાશિ મેષમાં પ્રવેશ કરશે. મંગળ 22 માર્ચ, 2019ના રોજ બપોરે 3.29 વાગ્યા સુધી મેષમાં રહેશે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટના આ પૂર્વ જસ્ટિસને સંસદીય લોકશાહીમાં નથી વિશ્વાસ, ‘રામ નહોતા ભગવાન, ગાયને માતા કહેનારાઓના મગજમાં છે ગોબર’ !

આવો હવે જોઇએ કે મંગળના પોતાની મૂળ રાશિ મેષમાં પ્રવેશથી કઈ રાશિઓના જાતકો પર શું અને કેવી અસર થશે ?

મેષ :

મંગળનો પ્રવેશ મેષ રાશિમાં જ થઈ રહ્યો છે. સ્વરાશિમાં મંગળનું ગોચર શુભ પ્રભાવ લાવનારું રહેશે. ગોચરના ફળસ્વરૂપે ધન લાભ થશે. આરોગ્યમાં સુધાર આવશે. આ દરમિયાન ભાગ્યનો સાથ મળતો રહેશે. ક્રોધ કરવાથી બચો. પાર્ટનરનો સહયોગ મળશે.

વૃષભ :

મંગળના ગોચરથી આર્થિક લાભના યોગ બની રહ્યા છે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે, પણ ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. આરોગ્યની બાબતમાં સાવચેતી રાખો.

મિથુન :

રાશિથી 11મા સ્થાને મંગળનું ગોચર હોવાથી લાભ થશે. સુખ-સુવિધાઓ પર ખર્ચ વધી શકે છે. વેપારી વર્ગને પણ નફો થશે.

કર્ક :

આપની રાશિથી 10મા ભાવમાં મંગળનું ગોચર હોવાથી કૅરિયર તેમજ વેપારમાં પ્રમોશન-પ્રગતિ થશે. જોકે આ દરમિયાન પરિવારમાં કેટલીક સમસ્યાઓ પેદા થઈ શકે છે.

સિંહ :

મંગળનું ગોચર ખર્ચ વધારવાનું છે. આ સમયે આપને ભાગ્યનો બહુ સાથ નહીં મળે. સુખ-સુવિધાઓમાં કમી આવશે.

કન્યા :

આઠમા સ્થાને મંગળનું ગોચર હોવાથી આરોગ્યની બાબતમાં ખાસ કાળજી રાખો. અચાનક ધન લાભ થઈ શકે છે. આ સમયે આપે સફળતા પામવા માટે વધુ મહેનત કરવી પડશે, પરંતુ આપ પોતાના શત્રુઓ પર હાવી રહેશો.

તુલા :

મંગળના આ ગોચર દરમિયાન જીવનસાથી સાથે સંબંધ તંગદિલીપૂર્ણ બની શકે છે. કાર્યસ્થળે અધિકારીઓનો સહયોગ મળશે.

વૃશ્ચિક :

આ દરમિયાન વાહન ચલાવવામાં સાવચેતી રાખવી અને ક્રોધ પર કાબૂ રાખવો. વિરોધીઓ પર વિજય મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.

ધન :

આપની રાશિથી પાંચમા સ્થાને મંગળનું ગોચર હોવાથી અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ પેદા થઈ શકે છે. ખર્ચ વધી શકે. જોકે આવકના સાધક પણ ઊભા થશે. કોઈ નાના અંતરના પ્રવાસે પણ જઈ શકો છો.

મકર :

મંગળનું ગોચર સંપત્તિ સંબંધી બાબતોમાં લાભ અપાવી શકે છે. અંગત જીવનમાં કંકાશથી બચો. કાર્યસ્થળે અધિકારીઓનો સહકાર મળતો રહેશે.

કુંભ :

આપની રાશિથી ત્રીજા સ્થાને મંગળનું ગોચર હોવાથી ધાર્મિક કાર્યોમાં તરફ ઝોક રહેશે અને નાની યાત્રાઓના યોગ બની રહ્યા છે. ઉધાર આપવાથી બચો. આપ પોતાના વિરોધીઓ પર હાવી રહેશો.

મીન :

આપની રાસિથી બીજા સ્થાને મંગળનું ગોચર હોવાથી આર્થિક લાભ મળી શકે છે. આવકના નવા સ્રોતો બની શકે છે. પોતાના આરોગ્યનું ધ્યાન રાખો અને વાહન ચલાવતા સાવધાની રાખો.

[yop_poll id=1024]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:36 am, Sun, 3 February 19

Next Article