1 ક્લિક પર માત્ર 2 મિનિટમાં જાણો મોદી સરકારના આ કાર્યકાળના છેલ્લા બજેટની સૌથી મોટી 25 વાતો
નાણાં મંત્રી પિયૂષ ગોયલે વચાગાળાનું બજેટ-2019 સંસદમાં રજૂ કર્યું. જેમાં મોટા ભાગના ક્ષેત્રોને આવરી લેવાયા છે. આ બજેટમાં ખાસ મધ્યમવર્ગ માટે મહત્ત્વની જાહેરાતો કરાઈ છે તો મહિલા અને ખેડૂતોનું પણ વિશેષ ધ્યાન રખાયું છે. ત્યારે જાણો મોદી સરકારના વર્તમાન કાર્યકાળના છેલ્લા બજેટની મહત્ત્વની અને મોટી 25 બાબતો જે દેશની કરોડો જનતાને રોજબરોજ જિંદગીમાં સ્પર્શી રહી […]
Follow us on
નાણાં મંત્રી પિયૂષ ગોયલે વચાગાળાનું બજેટ-2019 સંસદમાં રજૂ કર્યું. જેમાં મોટા ભાગના ક્ષેત્રોને આવરી લેવાયા છે. આ બજેટમાં ખાસ મધ્યમવર્ગ માટે મહત્ત્વની જાહેરાતો કરાઈ છે તો મહિલા અને ખેડૂતોનું પણ વિશેષ ધ્યાન રખાયું છે. ત્યારે જાણો મોદી સરકારના વર્તમાન કાર્યકાળના છેલ્લા બજેટની મહત્ત્વની અને મોટી 25 બાબતો જે દેશની કરોડો જનતાને રોજબરોજ જિંદગીમાં સ્પર્શી રહી છે.
મધ્યમવર્ગ માટે મહત્ત્વની જાહેરાત- 3 કરોડ ટેક્સપેયર્સને મળશે ફાયદો
કુદરતી હોનારતોથી અસર પામતા ખેડૂતોને 2 ટકા વ્યાજ અને સમય પર લોન ભરપાઈ કરવા પર 3 ટકા વધારાના વ્યાજની માફીનો ફાયદો મળશે. આ પ્રમાણે, વ્યાજમાં તેમને 5 ટકાની છૂટ મળશે
પશુપાલકો અને માછીમારો માટેની જાહેરાત
માછલીપાલન માટે એક અલગ વિભાગ બનાવવાનો નિર્ણય
પશુપાલન અને માછલી પાલન કરતા ખેડૂતોને પણ ક્રેડિટ કાર્ડ દ્વારા અપાતી લોનના વ્યાજમાં 2 ટકા વ્યાજની છૂટ મળશે.
શ્રમિકો માટે
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અંતર્ગત ગેર-સંગઠિત ક્ષેત્રના શ્રમિકોને 3 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. આ પેન્શન 60 વર્ષની ઉંમર બાદ મળશે. તેનાથી 10 કરોડ લોકોને સીધો ફાયદો થશે.
મહિલાઓ માટે
મહિલાઓના બેંકમાં રોકાણ પર મળતા રૂપિયા 40 હજાર સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ નહીં લાગે
ગ્રામીણ મહિલાઓને 2 કરોડ નવા મફત LPG કનેક્શન અપાશે. અત્યાર સુધી 6 કરોડ કનેક્શન અપાઈ ચૂકાયા છે.
સૌભાગ્ય યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારનો કોઈ પણ પરિવાર વીજળીથી વંચિત નહીં રહે
બૉલિવૂડ માટે
સિંગલ વિન્ડો ક્લિયરન્સ લાગૂ કરવામાં આવી રહ્યું છે.