મહારાષ્ટ્રમાં કોરોના સંકટ, નાગપુર બાદ હવે અકોલામાં પણ લૉકડાઉન લગાવવાનો નિર્ણય

|

Mar 13, 2021 | 11:24 AM

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંકટ વધુ ઘેરૂ બનતુ જાય છે. નાગપુર બાદ હવે અકોલા અને પરભણીમાં પણ લૉકડાઉન લગાવવાનો નિર્ણય કરાયો છે. બન્ને શહેરોમાં શુક્રવાર સાંજે 8 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી લોકડાઉનનું એલાન કરાયું છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંકટ વધુ ઘેરૂ બનતુ જાય છે. નાગપુર બાદ હવે અકોલા અને પરભણીમાં પણ લૉકડાઉન લગાવવાનો નિર્ણય કરાયો છે. બન્ને શહેરોમાં શુક્રવાર સાંજે 8 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી લોકડાઉનનું એલાન કરાયું છે. આ દરમિયાન માત્ર મેડીકલ શોપ અને ઇમર્જન્સી સેવા સાથે જોડાયેલી દુકાનો જ ખુલ્લી રહેશે, બાકી બધું જ બંધ રહેશે.

નાગપુર, અકોલા ઉપરાંત પૂણેમાં પણ નાઇટ કર્ફ્યૂ લગાવાયુ છે. પૂણેમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવાયું છે. એટલુ જ નહીં, 31 માર્ચ સુધી તમામ સ્કૂલો, કોલેજોને બંધ કરવાના આદેશ પણ આપી દેવાયા છે. પૂણેમાં હોટલ, બાર રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. આ જ નિયમ મૉલ અને થિયટર્સ પર પણ લાગૂ પડશે. તો લગ્નોમાં પણ 50થી વધુ લોકો સામેલ નહીં થઇ શકે.

Next Video