Maharashtra SSC Result 2021: ધોરણ 10નું પરિણામ આજે થશે જાહેર, આ વેબસાઇટ પરથી જાણી શકાશે રિઝલ્ટ

|

Jul 16, 2021 | 10:16 AM

મહારાષ્ટ્રા સ્ટેટ બોર્ડ ઑફ સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એજ્યુકેશન તરફથી આજે ધોરણ 10 એટલે કે SSC પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે   ટ્વીટ કરી પરિણામ જાહેર કરવાની જાણકારી આપી.

Maharashtra SSC Result 2021: ધોરણ 10નું પરિણામ આજે થશે જાહેર, આ વેબસાઇટ પરથી જાણી શકાશે રિઝલ્ટ
સાંકેતિક તસ્વીર

Follow us on

મહારાષ્ટ્રા સ્ટેટ બોર્ડ ઑફ સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એજ્યુકેશન તરફથી આજે ધોરણ 10 એટલે કે SSC પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે   ટ્વીટ કરી પરિણામ જાહેર કરવાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ કે રિઝલ્ટ આજે એટલે 16 જુલાઇ બપોરે 01 વાગે જાહેર કરવામાં આવશે.

ધોરણ 10ના વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ mahresult.nic.in અને mahahsscboard.in પર જઇને રિઝલ્ટ ચેક કરી શકે છે. આ પહેલા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે મહારાષ્ટ્ર બોર્ડનુ ધોરણ 10નું પરિણામ 15 જુલાઇ સુધી જાહેર કરવામાં આવશે.  ધોરણ 10ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ માપદંડના આધારે જાહેર કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે કોરોનાના વધતા કેસને જોતા સેકેન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી હતી.

આ રીતે કરો પરિણામ ચેક

·        પરિણામ જોવા માટે સૌથી પહેલા મહારાષ્ટ્ર બોર્ડની ઑફિશિયલ વેબસાઇટ – mahresult.nic.in પર જાઓ

·        ત્યારબાદ SSC Result 2021

·        રોલ નંબર સબમિટ કરો

·        સબમિટ કરતી વખતે પરિણામ ખૂલશે

·        રિઝલ્ટ ચેક કરો અને ભવિષ્યમાં ઉપયોગ માટે પ્રિંટ લઇને રાખો

આપને જણાવી દઇએ કે રિઝલ્ટ mahresult.nic.in, mahahsscboard.in,  results.gov.in પર જાણી શકાશે.

એન્ટ્રસ ટેસ્ટના આધારે થશે આગળ એડમિશન 

શિક્ષણ મંત્રીએ કહ્યુ કે કોલેજમાં એડમિશન એન્ટ્રસ ટેસ્ટના આધારે થશે. તેમણે ટ્વીટમાં લખ્યુ કે રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની ફી આપવાની નહીં રહે તેઓ પહેલેથી જ રદ્દ થયેલી એસએસસી બોર્ડની પરીક્ષા માટે ફી ભરી ચૂક્યા છે. જો કે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા માટે નક્કી કરેલી ફી ભરવી પડશે.

આ રીતે થશે મૂલ્યાંકન 

આપને જણાવી દઇએ કુલ 100 માંથી 50 માર્કસ ધોરણ 9ના રિઝલ્ટ પરથી છે. જ્યારે ધોરણ 10ના આખા વર્ષના આંતરિક મૂલ્યાંકનના 30 અને 20 માર્ક પ્રેક્ટિકલ અને હોમવર્ક અસાઇનમેન્ટ માટે છે. ઉલ્લેખનીય છે કે આવુ પહેલીવાર થવા જઇ રહ્યુ છે કે ધોરણ 12 પહેલા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવતુ હોય.

Next Article