Maharashtra Politics: એકનાથ શિંદેનું વિધાનસભામાં નિવેદન, કહ્યુ- આ શિવસેના અને ભાજપની સરકાર છે

Eknath Shinde in Assembly : વિધાનસભાના વિશેષ સત્રના પહેલા દિવસે અહીં મુખ્યમંત્રી તરીકે પહોંચેલા એકનાથ શિંદેએ કહ્યું કે આ સરકાર બાળાસાહેબના હિંદુત્વના વિચાર સાથે આગળ વધી રહી છે.

Maharashtra Politics: એકનાથ શિંદેનું વિધાનસભામાં નિવેદન, કહ્યુ- આ શિવસેના અને ભાજપની સરકાર છે
Eknath Shinde (File Image)
| Edited By: | Updated on: Jul 03, 2022 | 3:57 PM

Eknath Shinde in Maharashtra Assembly : ભારે વિવાદ બાદ અંતે મહારાષ્ટ્રમાં સરકાર બની છે. એકનાશ શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ભાજપ (BJP)ના ધારાસભ્ય રાહુલ નાર્વેકરે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી જીતી લીધી છે. પરંતુ આ દરમિયાન સીએમ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા મોટું નિવેદન આપ્યું છે. શિંદેએ વિધાનસભામાં કહ્યું કે, આ સરકાર શિવસેના (Shivsena) અને ભાજપની સરકાર છે. વિધાનસભાના વિશેષ સત્રના પહેલા દિવસે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે આ સરકાર બાળાસાહેબના હિન્દુત્વના વિચારને આગળ વધારી રહી છે. શિંદેએ કહ્યું કે, ઉદ્ધવ કેમ્પના કેટલાક લોકો દાવો કરી રહ્યા હતા કે મારા કેટલાક સાથી ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, મેં તેમને કહ્યું કે તમે મારું નામ લો, હું તેમને વિમાનમાં મોકલીશ.

સીએમ એકનાથ શિંદેએ પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાનો મુખ્યમંત્રી બનાવવા બદલ આભાર માન્યો હતો. એકનાથ શિંદેએ સ્પીકરની ચૂંટણીમાં જીત મળ્યા બાદ વિધાનસભામાં કહ્યું કે બાળાસાહેબનું સપનું પૂરું થયું. તેમણે કહ્યું કે હવે રાજ્યમાં શિવસેના અને ભાજપની સરકાર છે. શિંદેએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના તેમના પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોઈએ 10-15 ધારાસભ્યોના સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે. જો 10-15 ધારાસભ્યો સંપર્કમાં હોય તો તેમના નામ જણાવો.

રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના રાજકારણનો જાણીતો ચહેરો

આજે (3 જુલાઈ, રવિવાર) મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથના રાહુલ નાર્વેકર 164 મતોથી જીત્યા છે. આ સાથે તેમણે ભારતની વિધાનસભાના સૌથી યુવા સ્પીકર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. મહા વિકાસ અઘાડીના ઉમેદવાર રાજન સાલ્વીને 107 મત મળ્યા હતા.

મહારાષ્ટ્ર વિધાનસભાના નવા ચૂંટાયેલા સ્પીકર રાહુલ નાર્વેકરને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તેમનો મુકાબલો મહા વિકાસ અઘાડીના રાજન સાલ્વી(rajan Salvi) સામે હતો. તમને જણાવી દઈએ કે રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના રાજકારણનો જાણીતો ચહેરો છે. રાહુલ નાર્વેકર વ્યવસાયે વકીલ છે. 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રાહુલ પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. રાહુલના પિતા પણ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. રાહુલ શિવસેના (Shivsena) યુથ વિંગના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. રાહુલ નાર્વેકર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. રાહુલના પિતા સુરેશ નાર્વેકર કાઉન્સિલર રહી ચૂક્યા છે. 2014ની લોકસભામાં રાહુલને BJP ના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.