
તો મુંબઇની હાલની સ્થિતિને જોઇ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જરૂર વગર ઘરની બહાર ન નીકળવા લોકોને સલાહ આપી છે. મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. અને સમગ્ર્ મુંબઇની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એટલું જ નહિં અધિકારીઓને સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
આ પણ વાંચોઃ મુંબઈમાં ભારે વરસાદની હવાઈ મુસાફરી પર માઠી અસર, છેલ્લા 2 દિવસથી ફ્લાઈટ્સ મોડી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મુંબઈનો પોશ ગણાતો વિસ્તાર બાંદ્રા પાણીમાં તરતો થઈ ગયો છે. માર્ગો પર પાણી ભરાતા સંખ્યાબંધ વાહનો બંધ પડ્યા છે. લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી બંગલાથી નજીકમાં જ આવેલા સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો