Mahamrityunjay Mantra: અકાળ મૃત્યુ સામે રક્ષણ આપે છે આ મંત્ર, જાણો મંત્રના ચમત્કારીક ફાયદા

|

May 15, 2021 | 12:38 PM

Mahamrityunjay Mantra: શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ઘણા ફાયદા થાય છે. આ મંત્રનો જાપ કરવાથી માત્ર મૃત્યુ જ નહીં, પણ અનેક સમસ્યાઓથી રાહત મળે છે.

Mahamrityunjay Mantra: અકાળ મૃત્યુ સામે રક્ષણ આપે છે આ મંત્ર, જાણો મંત્રના ચમત્કારીક ફાયદા
Mahamrityunjay Mantra:

Follow us on

Mahamrityunjay Mantra: શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી ઘણા ફાયદા થાય છે. આ મંત્રનો જાપ કરવાથી માત્ર મૃત્યુ જ નહીં, પણ અનેક સમસ્યાઓથી રાહત મળે છે.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्‌॥

મહાદેવનો સૌથી શક્તિશાળી મંત્ર મહામૃત્યુંજય મંત્ર છે, શાસ્ત્રોમાં શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ કરવાનો ઉલ્લેખ છે. આ મંત્રના 108 વાર જાપ કરવાથી અકાળે મૃત્યુ પર જીત મેળવી શકાય છે. આ મંત્ર, જે મૃત્યુ પર વિજય મેળવે છે, તે ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે. તો ચાલો મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાના ફાયદા અને યોગ્ય રીત બતાવીએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મંત્રનું મહત્વ
આ મંત્ર ત્ર્યમ્બકમ મંત્ર તરીકે પણ ઓળખાય છે. યજુર્વેદમાં ઉલ્લેખ છે કે આ મંત્ર ભગવાન શિવની પ્રશંસા કરવાનો આ સૌથી શક્તિશાળી મંત્ર છે. જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે તે રોગ મુક્ત રહે છે અને મોક્ષપ્રાપ્તિ કરે છે. આ સિવાય આ મંત્રના જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.

કેટલી વાર મંત્રનો જાપ કરવો જોઈએ ?

આ મંત્રનો ઓછામાં ઓછા સવા લાખ વાર કરવો જોઇએ. તો આ મંત્રનું ઉચિત ફળ પ્રાપ્ત થાય છે. અને, મંત્રનો 108 વખત જાપ કરવો અનિવાર્ય છે. શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ સૌથી ફળદાયી માનવામાં આવે છે.

મંત્રના જાપ કરવાના ફાયદાઓ
કહેવાય છેકે ભગવાન શિવ આ મંત્રથી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. જો કોઈ અકાળ મૃત્યુથી પીડાઇ રહ્યું છે, તો તેણે પોતાને અથવા બ્રાહ્મણો દ્વારા આ મંત્રનો સવા લાખ વાર જાપ કરવો જોઇએ. જેથી અકાળે મૃત્યુનું જોખમ ટળી જાય છે. તે જ સમયે, જો કુંડળીમાં કોઈ ગંભીર બીમારી અથવા અકસ્માતનો યોગ છે, તો તમારે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

1.આ મંત્રનો જાપ કરવાથી કોઈપણ પ્રકારનો ભય દૂર થાય છે. દરરોજ મંત્રનો જાપ કરવાથી મન શાંત અને ભયમુક્ત બને છે.

2.આ મંત્રનો જાપ કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા આવે છે. જેથી તમે હતાશા, તાણ જેવા રોગોથી બચી શકો છો.

3. નિરોગી શરીર માટે સવારના સ્નાન કર્યા પછી, આ મંત્રનો રુદ્રાક્ષની માળા સાથે જાપ કરો. તેનાથી શરીરમાં રહેલા રોગ દુર થાય છે.

4.  જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો. તો શ્રાવણ મહિનામાં શિવલિંગ સામે મંત્રનો જાપ કરવો જોઈએ. જેથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.

5. જો કોઈ વ્યક્તિ દરરોજ આ મંત્રનો પાઠ કરે છે, તો તેની ઉંમર વધે છે. ઉપરાંત, આ મંત્રથી શરીરમાંથી અસાધ્ય રોગોને દૂર કરવાની અને ઇચ્છિત મનોકામના પૂર્ણ કરવાની શક્તિ છે.

મંત્રનો જાપ કરવા સમયે રાખો આટલી સાવધાની

1.મંત્રનો જાપ કરતી વખતે શરીર અને મન એકદમ શુધ્ધ હોવું જોઈએ. એટલે કે મનમાં કોઈ ખોટી લાગણી ન હોવી જોઈએ.

2. મંત્રનો જાપ યોગ્ય રીતે કરવો જોઈએ. જો તમે જાતે મંત્ર બોલવામાં અસમર્થ છો, તો તેનો કોઈ પંડિત પાસે જાપ કરાવી શકો છો.

3. મંત્રનો જાપ એક નિશ્ચિત સંખ્યામાં કરવો જોઈએ. સમયની સાથે જપની સંખ્યામાં વધારો કરી શકાય છે.

4. આ મંત્રનો જાપ ભગવાન શિવની મૂર્તિ અથવા ચિત્રની સામે અથવા મહામૃત્યુંજય યંત્રની સામે બેસીને કરવો જોઈએ.

5. મંત્રના જાપ દરમિયાન ધૂપ અને દીવો પ્રગટાવી રાખવો જોઇએ. આ બાબતે ખાસ કાળજી લેવી જોઈએ.

6. આ મંત્રનો જાપ ફક્ત રુદ્રાક્ષ માળાથી જ કરવો જોઈએ. આસન પર બેસીનો મંત્ર કરવો અનિવાર્ય છે.

7. આ મંત્રનો જાપ પૂર્વ દિશા તરફ મોંઢુ રાખીને કરવો જોઈએ. રોજ નિયુક્ત સ્થળે જ મંત્રનો જાપ કરવો.

શું છે મંત્રના ઉચ્ચારણ પાછળ વૈજ્ઞાનિક તથ્ય ?

હિંદુ ધર્મમાં થતી દરેક ગતિવિધીઓ પાછળ વૈજ્ઞાનિક કારણો છુપાયેલા હોય છે. જેને સામાન્ય મનુષ્ય સમજી પણ નથી શકતો. મહામૃત્યુંજય જાપના ધ્વનિ ઉચ્ચારણ પાછળ પણ આવું જ રહસ્ય છુપાયેલું છે. આ મંત્રનું લાંબા સ્વર અને ઉંડા શ્વાસ સાથે ઉચ્ચારણ થાય છે. અને, આ ક્રિયા વારંવાર કરવામાં આવે છે. જેથી શરીરમાં રહેલી સૂર્ય અને ચંદ્રની નાળિયાઓમાં કંપન પેદા થાય છે. જેથી શરીરમાં સાતચક્રની શક્તિઓ પેદા થાય છે.આ શક્તિઓ મંત્રના ઉચ્ચારણ કરનાર અને મંત્રને સાંભળનારના શરીરમાં ઉત્પન્ન થાય છે. જેથી એક રોગપ્રતિકારક શક્તિ પેદા થયા છે. જેથી અનેક બિમારીઓથી મુક્તિ મળે છે.

Published On - 12:30 pm, Sat, 15 May 21

Next Article