Madhya Pradesh : સીધીમાં કેનાલમાં બસ ખાબકી, 42 મુસાફરોના મોત, 6નો બચાવ

|

Feb 16, 2021 | 5:46 PM

Madhya Pradesh : મધ્યપ્રદેશના સીધીમાં થયેલા અકસ્માતમાં અત્યારસુધી 39 મૃતદેહો મળી આવ્યા છે. અને મોતનો આંકડો લગભગ 42નો થઇ ગયો છે.

Madhya Pradesh : મધ્યપ્રદેશના સીધીમાં થયેલા અકસ્માતમાં અત્યારસુધી 39 મૃતદેહો મળી આવ્યા છે. અને મોતનો આંકડો લગભગ 42નો થઇ ગયો છે. કેમ કે રેસક્યૂ ઓપરેશન ચાલુ છે. અને અન્ય મૃતદેહો કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. સીધીમાં 54 મુસાફરોથી ભરેલી બસ બાણસાગર કેનાલમાં ખાબકી હતી. જેમાં 6 લોકોનો આબાદ બચાવ પણ થયો છે. ડ્રાઈવર પોતે તરીને બહાર નીકળી ગયો હતો. તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે 39ના મૃતદેહો બહાર કઢાયા છે, અને હજુપણ મૃતદેહો કાઢવામાં આવી રહ્યા છે.

 

બસ સીધીથી સતના તરફ જઇ રહી હતી. રામપુરના નૈકિન વિસ્તારમાં સવારે 7.30 વાગ્યે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનાના ચાર કલાક બાદ સવારે 11.45 વાગ્યે બસ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.કેનાલની ઊંડાઈ 20 થી 22 ફૂટ હોવાનું જણાવાયું છે. જે ક્ષણે અકસ્માત થયો તે સમયે પાણીનો પ્રવાહ ઝડપી હતો, તેથી મુસાફરોને સાંભળવાની તક જ મળી ન હતી. મૃતકોમાં 12 વિદ્યાર્થીઓ પણ હતા. આ બધા જ રેલ્વેની પરીક્ષા આપવા સતના જઈ રહ્યા હતા. SDRFની ટીમ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલી છે. તરવૈયાઓની ટીમ દ્વારા પણ બચાવ કામગીરી ચાલી ર્હઈ છે. કેનાલમાં પાણીનું વહેણ ભારે હોવાના કારણે ટીમે જળસ્તર ઓછું કરાવ્યું હતુ. અને હવે રેસ્ક્યૂ ઓપરેશન લગભગ પૂર્ણ થઇ ગયું છે.

Published On - 5:44 pm, Tue, 16 February 21

Next Video